Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
જીવ'તસ્વામીની પ્રતિમા
૨૮
આ પ્રમાણે પ્રાચીન અને ગ્રંથામાં સ ંપ્રતિ મહારાજાને જાતિસ્મરણુજ્ઞાનની પ્રાપ્તિ ઉજ્જૈન અને વિદિશામાં મતભેદ રીતે દર્શાવી છે કારણુ બન્ને સ્થળોએ જીવતસ્વામીની પ્રતિમાઓ વિદ્યમાન હતી. એટલે તેને વિષે આ પ્રમાણે મતભેદક લખાણેા લખાયા સમજાય છે, પરન્તુ વાસ્તવિકમાં મહારાજા સ’પ્રતિને જાતિસ્મરણુજ્ઞાનની પ્રાપ્તિ વિદિશામાં નહિ પરન્તુ અવન્તીમાં થઈ હતી આવું સ્પષ્ટ પ્રમાણ મળી આવે છે, છતાં વિદિશાના ઉલ્લેખ પ્રાચીન ગ્રંથામાં પણ દેખાય છે. તે જ પ્રમાણે ગ્રંથકારોની સમજમાં મહારાજા સંપ્રતિના જન્મકાળ પૂર્વે પડેલ દુભિક્ષ નજર સામે રહેલા હૈાવાથી સભાગી અને વિભક્ત ગોચરીને ઉલ્લેખ મહારાજા સંપ્રતિના સમકાળે લીધેલ હાય એમ જણાય છે, પરન્તુ જ્યાં શ્રી આમહાગિરિ મહારાજની હસ્તિ જ આ કાળે સંભવિત ન હતી ત્યાં ગેાચરીની સભાગિકતા અને વિભક્તતાના અધિકાર તે કયાંથી જ ખનેલ હાય ? તે વિચારવા જેવું છે. છતાં અમે અલ્પજ્ઞ હોવાથી પરમપૂજ્ય દ્વિતાથી મુનિમહારાજોને આ હકીકત પરત્વે સત્ય ઘટનાએ રજૂ કરવા વિન ંતિ કરીએ છીએ.
૩૭