Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૮૨
સમ્રા સંપ્રતિ પ્રભાવતીના ચારિત્ર અંગીકાર કર્યા બાદ તેની ભલામણ પ્રમાણે તે પ્રતિમા(પ્રભુ)ની પૂજા તેની દેવદત્તા નામની દાસી નિરંતર કરવા લાગી. બીજી બાજુ પ્રભાવતીનો જીવ જે દેવ થએલો તેણે રાજાને સન્માર્ગે વાળવા અનેક યુક્તિઓ દ્વારા પ્રતિબધી જૈન ધર્મમાં સ્થિર કર્યો.
એ અરસામાં દેવતાઈ ગુટિકા ધરાવનાર ગાંધાર નામે એક શ્રાવક ગટિકાના પ્રભાવથી આકાશમાં ઊડી આ જીવંતસ્વામીની પ્રતિમાનાં દર્શન માટે વીતભયપટ્ટણ આવ્યો.
વિતભયપટ્ટણ આવ્યા બાદ આ જ્ઞાની શ્રાવકને પિતાનું મૃત્યુ નજદિક જણાતાં તેણે પિતાની પાસે રહેલ દેવી ગુટિકા, પ્રભુભક્તિમાં નિત્ય મસ્ત રહેનાર દેવદત્તા કુન્જાને આપી, અને પોતે સંયમ સ્વીકારી આત્મહિત સાધ્યું.
* કદરૂપી મટી સુવર્ણ શરીરવાળા સુંદર સ્વરૂપને ઈચ્છતી કુબજા દાસી(દેવદત્તા)એ દૈવી ગુટિકા મુખમાં રાખી કે તરતજ તેની કાયા સંદર્યસંપન્ન અપ્સરા તુલ્ય બની ગઈ.
આ ઉપરથી મહારાજા ઉદાઈએ આ દાસીનું નામ “સુવર્ણલિકા” પાડ્યું. કુજા મટી અસરા તુય દેહ અને લાવણ્ય ધરાવનાર સુવર્ણગલિકા દાસીને હવે પિતાને ગ્ય પતિની જરૂર જણાઈ. તેણીએ તે ગુટિકાના અધિષ્ઠાયક દેવનું સ્મરણ કર્યું, એટલે તેના અધિષ્ઠાયક દેવે હાજર થઈને તેને પૂછયું કે-“બોલ, તારે મારી શી જરૂર પડી છે?” તેણીએ કહ્યું કે “અવન્તીપતિ ચંડપ્રદ્યાત રાજા મારો પતિ થાય એવો બંદોબસ્ત કરો.”
અધિષ્ઠાયક દેવે ચંડપ્રદ્યાત રાજા આગળ જઈ સુવર્ણ ગલિકા દાસીનું અતીવ સુંદર વર્ણન કર્યું જેથી તેના ઉપર તે મોહિત થયે, અને તેને તેડી લાવવા પિતાના દૂતને મેકો. દ્વતની સાથે સુવર્ણલિકાએ ન જતાં તેણે અવન્તીપતિને પાટણ બેલા.
રાત્રિના સમયે અવન્તીપતિ અનિલગ નામના હાથી ઉપર બેસી ત્યાં આવી પહએ, અને નગરની બહાર ઉદ્યાનમાં બંનેને મેળાપ થયે. અવન્તી પતિએ સુવર્ણ ગલિકાને પોતાની સાથે આવવા કહ્યું ત્યારે તેણીએ જણાવ્યું કે “હું આ જિનમૂર્તિ વગર જીવી શકું તેમ નથી માટે એના જેવી જ એક મૂર્તિ બનાવી અહીં લાવે એટલે આ મૂર્તિના સ્થાને તે મૂર્તિની સ્થાપના કર્યા પછી આ મૂળ પ્રતિમાને લઈ હું તમારી સાથે આવીશ.”
ત્યારબાદ ચંડuત રાજાએ અવન્તી આવી તે મૂર્તિના જેવી બીજી મૂર્તિ તૈયાર કરાવી અને તેની કપિલ કેવળી પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી એ મૂર્તિને લઈ ચંડપ્રોત રાજા વીતભયપટ્ટણ આવ્યું, અને દાસીને નૂતન મૂર્તિ અર્પણ કરી. દાસી આ નવીન મૂર્તિ ચૈત્યમાં સ્થાપી, મૂળ મૂર્તિને પોતાની સાથે લઈ અવન્તી આવી અને ચંડપ્રોત સાથે યથેચ્છ ભેગ ભેગવવા લાગી.
બીજે દિવસે પ્રાત:કાળે ઉદાઈ રાજા દેવાલયમાં આવ્યું અને પ્રતિમાને નમી તેની