Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સન્નાર્ સંપ્રતિ
૨૫૬ રાજ્યાજ્ઞા પ્રમાણે યુવરાજ દશરથને અવન્તીનું તખ્ત સુપ્રત કરી રાજ્યપુત્ર કુણાલે અવન્તી નગર( ઉજજૈન)ને ત્યાગ કર્યો અને ઈ. સ. પૂર્વ ર૬ર ની આખરમાં મહારાજાએ આજીવિકા અર્થે આપેલ ગામમાં જઈ નિવાસ કર્યો. આ પ્રમાણે રાજ્યકારણમાં થએલ પરિવર્તન પણાનો સ્પષ્ટ ઉલલેખ કરી અમો ઐતિહાસિક ઘટનાને આગળ લંબાવીએ છીએ.
રાજ્યપુત્ર સંપ્રતિ લગભગ છ માસને થતાં ધાવમાતા સુનંદાએ સુંદર કાંતિવાન બાળકને અંધ કુણાલના ખોળામાં રમાડવા આપો, અને કહ્યું કે: “હે યુવરાજ! આ મહાન ભાગ્યવિધાતાનું સુંદર વદન નિહાળવાને પ્રભુએ જે તમને ચક્ષુ આપ્યાં હોત તો જરૂર આવું સુંદર બાળવદન આખે આગળથી દૂર કરવું પણ તમને ગમત નહિ. પરંતુ દેવગતિ કેવી વિચિત્ર છે? હે વત્સ ! આજે તું ઉજજેનના સિંહાસન ઉપર હેત તે આ બાળકુંવર કેવા ઉત્સાહ અને લાડમાં ઉછરતે હેત, તેને ખ્યાલ હે કુણાલ! તને આવે છે ખરો ?”
ધાવમાતાનાં વચન સાંભળી કુણાલ, શરબાળા તથા આ કુટુંબની સેવામાં હાજર રહેલ ચંદા નામની શરદબાબાની એક સમાનવથી સખીએ પણ રાજ્યકુટુંબની કરુણાજનક સ્થિતિનો ખ્યાલ લાવી અથુપાત કર્યો.
ગંભીર ને ગમગીન વાતાવરણ હતું તેવામાં ચિબાવલી ચંદાએ એક એવો મુદ્દો ઊભો કર્યો કે જેના અંગે તેની નામના સંપ્રતિના ઈતિહાસમાં અમર થઈ. તેણીએ કહ્યું કે-“હે સુનંદા બા! આ રાજ્યપુત્રનું નશીબ તેની દિવ્ય કાંતિ ઉપરથી મહાન લાગે છે, તો શું આ બત્રીસ લક્ષણયુક્ત ભાગ્યવાન સુંદર રાજ્યપુત્ર સામ્રાજ્યને માલીક ન થઈ શકે? જે આવા સુંદર લક્ષણયુક્ત ભાગ્યવિધાતાના નશીબમાં રાજ્યાગ ન હોય તો તેને જન્મ કારણવશાત્ અહીં થઈ જ કેમ શકે? મારી સમજ પ્રમાણે જે આ રાજ્યપુત્રને અંગે રાજ્ય મેળવવાના પ્રયાસો કરવામાં આવે તે જરૂરી તેમાં સફળતા મળે તેમ છે.”
“ચંદા ! પ્રભુ ઈચ્છા હશે તે મારી અને રાજ્યકુટુંબની ઈચ્છા પ્રભુ જરૂર પૂર્ણ કરશે.” આટલું કહી ધાવમાતા સુનંદાએ યુવરાજ કુણાલ તરફ જોઈ દીર્ઘ નિ:શ્વાસ નાખે.
એટલામાં યુવરાજ કુણાલના ખેાળામાં ગેલ કરતાં બાળશિશુ સંપ્રતિએ ઉપરોક્ત હકીકતને જાણે ટેકે ન આપતો હોય તેવી રીતે ઉપરાચાપરી શુભ શુકનદર્શક ચાર છીક ખાધી.
આ છીંકે અનુભવી ધાવમાતા સુનંદાને અતિશય શુભદર્શક દેખાણું અને તેણીએ તરત જ કહ્યું કે “જરૂર પ્રભુ આપણી આશા ફળિભૂત કરશે, અને રાજપુત્ર સંપ્રતિને હું મારી સગી આંખેએ રાજ્યસન પર રાજ્યઅમલ ભેગવતો. જેવાને ભાગ્યશાળી થઈશ. બેટા કુણાલ! તું મને વચન આપ કે હું કહું તે પ્રમાણે તું કરીશ.”
માતુશ્રી ! મેં આપને મારી સગી જનની કરતાં પણ અધિક માન્યાં છે. મારી બાલ્યાવસ્થામાં મારી માતાને સ્વર્ગવાસ થતાં તમારાં દૂધથી પોષાઈ મેં મારું જીવન સુધાયું