Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૭૩
મહારાજા સંપ્રતિને રાજ્યાભિષેક અને ઐતિહાસિક વિજય માથે ચઢાવી તેણે રાજ્યકુટુંબને અવન્તી મોકલવાને બંદોબસ્ત કર્યો, ને પોતે વિશાળ લશ્કર અને વિપુલ યુદ્ધસામગ્રી સાથે પંજાબ તરફ કૂચ કરી.
પંજાબ તરફ જતાં જે જે રાજ્યસત્તાઓ ઉપર મગધની આણ ફરતી હતી તે તે રાજ્યની રાજવીઓએ આ પ્રતાપી પુરુષને અતીવ માન આપ્યું, ગ્ય સત્કાર કરી તેનું આધિપત્યપણું સ્વીકાર્યું, તેમજ દરેક જાતની જોઈતી મદદ પૂરી પાડી. આ રીતે મગધથી પંજાબની સરહદ સુધીના પ્રત્યેક પ્રાંત ઉપર સંપ્રતિ પિતાને કાબુ મજબૂત કરે પંજાબમાં આવી પહોંચ્યો કે જ્યાં બળો ફાટી નીકળ્યા હતા.
મહારાજા સંપ્રતિએ કુનેહ અને સફળતાપૂર્વક બળ દાબી દીધો અને મગધ સામ્રાજ્યની જડ ઘણું જ મજબૂત કરી. બાદ સંપ્રતિ અફઘાનીસ્થાનના પ્રદેશ તરફ આગળ વધે. અફઘાનીસ્થાનના ઈશાન ખુણાના પ્રદેશે કે જ્યાંથી ગ્રીસના શહેનશાહ હમેશાં હિંદ ઉપર હુમલે લઈ આવતા હતા તેને દાબી દેવા સમ્રાટ સંપ્રતિ અત્યંત ઉત્સાહપૂર્વક આગળ વધ્યા.
આજ સુધીના ઈતિહાસમાં હિંદ ઉપર હલે લાવતાં યવન સૈન્યને સામને કઈ પણ હિંદી રાજવીએ સમ્રાટ સંપ્રતિની ઢબે કર્યો ન હતો. હિંદી રાજવીઓ સિધુ નદીની પેલી પાર યવન સૈન્યને હાંકી કાઢી સરહદનું રક્ષણ કરવા માત્રથી સંતોષ માનતા. તેનું પરિણામ એવું આવતું કે યવન પાદશાહે પિતાનું સન્ય પુન: એકત્રિત કરી, મજબૂત યુદ્ધસામગ્રી લઈ હિન્દ પર વારંવાર ચઢી આવતા અને પરિણામે પંજાબની સરહદે આ પ્રમાણે યુદ્ધો અવારનવાર ચાલુ જ રહેતાં. આવી પરિસ્થિતિને સદાને માટે નાબુદ કરવા આ વીર અને યુવાન રાજવીએ સિધુ નદીની પેલી પાર અફઘાનીસ્થાનના ઈશાન ખૂણાના પ્રદેશ તરફ પ્રબળ સૈન્ય સહિત આક્રમણ કર્યું. અફઘાનીસ્થાનની સરહદે અને સિધુ નદીને સામે કાંઠે ગ્રીસના શહેનશાહના બળવાન લશ્કર સાથે તેને સામને થયે. ભયંકર લડાઈ બાદ વીરતા અને વિચક્ષણતાથી યુવરાજને ઐતિહાસિક જીત મળી, અને યવન લશ્કર સર્વ યુદ્ધસામગ્રી અને પોતાનો ખજાને પડતું મૂકી ઈરાન તરફ નાસી છુટયું. નાસતા લશ્કરની તેણે બરાબર પૂઠ પકડી ને તે ઈરાન અને બાબલિયન પ્રદેશ તરફ આગળ વધ્યા. રણઘેલા રજપુતની માફક આ યુવાન રાજ્યપુત્રે જાતે રણક્ષેત્રમાં મોખરે રહી ગ્રીસની સરહદને બરાબર કાબૂમાં આવ્યું. આ જીતમાં યવન રાજ્યના ઘણા પ્રદેશને સમાવેશ થતો હતે.
મર્યવંશી પતિ સંપ્રતિના આ રીતના વીરતાભર્યા વિજયથી ગ્રીસના શહેનશાહે પણ મેંમાં આંગળી નાંખી અને આ ભારતના વિજેતા યુવાન રાજવી સાથે યુદ્ધ આરંભવા કરતાં સુંદર રીતની માનભરી સંધિ કરી, જેને પરિણામે મગધ સામ્રાજ્યની હદ વિસ્તાર પામીને ગ્રીસની સરહદ સુધી પોંચી. યુવરાજ સંપ્રતિને આટલા પ્રદેશોની જીતથી
૩૫