Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મગધ સામ્રાજ્યની વહેંચણી ને સીમા
૬૫ (૪) સૈારાષ્ટ્ર
તેવી જ રીતે પશ્ચિમોત્તર પ્રદેશમાં કાઠિયાવાડમાં ગિરનાર નજદિક જુનાગઢની સરહદ સુધીના ઉત્તર પશ્ચિમોત્તર પ્રાંતના વહીવટદાર તરીકે પણ બીજા એક રાજ્યપુત્રની નિમશુક કરી. આ પ્રમાણે મહારાજાએ કુનેહભરી રીતે મગધ સામ્રાજ્યની ચારે દિશાએથી મજબૂતાઈ કરી રાજ્યકુમારને પણ ગ્ય ઉંમરે સ્વતંત્ર વહીવટદાર બનાવ્યા ને દક્ષ રાજવી તરીકે યુક્તિપૂર્વક કુટુંબકલહ નાબુદ કરી મગધ સામ્રાજ્યના પાયા મજબૂત કર્યા હતા. મગધ સામ્રાજ્યની સીમા–
આ કાળે એટલે ઈ. સ. પૂર્વે ૨૫૭માં મગધ સામ્રાજ્ય ભારતમાં નીચે પ્રમાણે
વિસ્તારમાં હતું.
એની ઉત્તર પૂર્વની સીમા ઘેલી નજદિકમાં પુરી છલામાં ભુવનેશ્વર ગામ નજદિક સાત માઈલ પર આવેલી હતી.
એની દક્ષિણના સીમા મદ્રાસના ગંજાર દલામાં જૈગઢ નામના ગામ નજદિકમાં આવેલી હતી, કે જ્યાં જોગઢ અને કલિંગ રાજનાં અંતર્ગત ગામે છે. આ બને પ્રદેશ ઉપર સમ્રાટ અશોકની આણ ફરતી હતી કે જેને આ દક્ષિણ પૂર્વ વિભાગ ગણાતો હતો.
એની પૂર્વની સીમા દહેરાદન જીલ્લામાં કાલસી ગામ નજદિકમાં હતી. દહેરાદુનથી ચક્રતા તરફ એક સડક જાય છે, ત્યાંથી થોડેક દૂર જતાં જ્યાંથી યમુના નદી હિમાલયની તળેટીથી બહાર પડે છે ત્યાં સુધી આ સરહદ આવેલી હતી. અને અબેટાબાદથી પંદર માઈલ ઉત્તર તરફ હજારા જીલ્લામાં મનસેરા નામે સ્થાન નજદિક આ સરહદ કેન્દ્રસ્થાન તરીકે એકત્ર થાય છે.
બીજી સરહદની સીમા પિશાવર જીલ્લાના ૪૦ માઈલ ઉત્તર અને પૂર્વ તરફ શાહાબાદગઢી નજદિક આવેલી હતી.
પશ્ચિમેત્તર પ્રદેશમાં કાઠિયાવાડના જુનાગઢ નજદિક મગધ સામ્રાજ્યની સીમા આવેલી હતી. તેવી જ રીતે મુંબઈથી ૩૦ માઈલ દૂર થાણા જીલ્લામાં સોપારા નામે ગામમાં મગધ સામ્રાજ્યની સીમા આવેલી હતી. એટલે ઠાણાના કેકનપટ પર પણ મગધનું સામ્રાજ્ય હતું. આ ઉપરાન્ત મહિસરના સિદ્ધપુર, રામેશ્વર અને બ્રહ્મગિરિ નામે સ્થાને ઉપર પણ મગધ સામ્રાજ્યનું આધિપત્ય હતું.
દક્ષિણમાં ગોદાવરી અને કૃષ્ણા નદીની વચગાળાના પ્રદેશને આંધ્રપ્રાંત તરીકે સંબંધ ૩૪