Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૪
સમ્રાટ્ સંપ્રતિ પીઠમાંથી અર્થશાસ્ત્રી પંડિત ચાણક્ય, વ્યાકરણવિશારદ પંડિત પાણિનિ અને સંસ્કૃતના મહાન જ્ઞાતા પંડિત વરરુચિ (વરુચી) જેવા મહાન્ રને વિદ્યાદાન મળ્યું હતું. આ તક્ષશિલાની વિદ્યાપીઠમાંથી ઉત્પન્ન થયેલ મહાન વિશારદ વિદ્યાથીઓએ મગધ સામ્રાજ્યમાં પાલી, માગધી અને સંસ્કૃત ભાષાને લિપિબદ્ધ કરી હતી. રાજ્યવ્યવસ્થા સાચવવા સાથે પ્રાચીન સૂત્રજ્ઞાન જે આ કાળ સુધી કંઠસ્થ જ રહેલું હતું તેને સૂત્રારૂઢ કરવામાં લીપિન્નાને એ ઉચ્ચ કેટીને ફાળો આપે કે જેના વેગે વીરનિર્વાણ ૧૬૦ માં જૈન “આગમ સૂત્ર” નાં અગિયાર મુખ્ય અંગે અને બારમું દષ્ટિવાદ અંગ લિપિબદ્ધ ગ્રંથારૂઢ કરવા પાટલિપુત્રને જેનસંઘ સમર્થ થયો હતો. તેવી જ રીતે પંડિત ચાણયે આજ વિદ્યાપીઠમાં રહી અનેક જાતની વિદ્યાઓની પ્રાપ્તિ કરી, મહાન ત્રિદંડી સંન્યાસી અને અર્થશાસ્ત્રી બની ભારતની કીર્તિને જગતમાં ચતુર્દિશાએ પ્રસરાવી હતી.
આ તક્ષશિલા નગરી પશ્ચિમોત્તર પ્રાંતની રાજધાનીનું નગર હોવાથી તેના વહીવટ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું. સબબ પશ્ચિમોત્તર પ્રદેશના અનેક રાજવીઓ પિતાના શક્તિશાળી સિન્ય સાથે આ તરફ આક્રમણ કરતા હતા. મોર્ય જેવા સબળ સામ્રાજ્યના મજબૂત રાજ્યામલ દરમિયાનમાં પણ નિરંતર આક્રમણને ભય આ પ્રાંત ઉપર રહેતા હતા. આંતરિક બળવાઓ પણ અવારનવાર થયા કરતા હતા. આવા મહત્વતાભર્યા પ્રાંત ઉપર મહારાજા અશકે પિતાના એક પુત્રની નિમણુક કરી. (૨) સુવર્ણગિરિ (મહિસર)–
દક્ષિણમાં ચોલા, પાંડ્ય આદિ પાંચ નાનાં રાજની વિદ્યમાનતા હતી, કે જેઓ સામ્રાજ્યના ખંડિઆ અથવા તો મિત્રરાની ગણતરીમાં ગણાતા હતા, છતાં ય આ પાંચ રાજ્યો મજબૂત સ્થિતિના હતા. તેની સાથે દક્ષિણ પ્રાંત મગધ પાટલિપુત્રથી અતિ દૂર હોવાના કારણે આ પ્રાંતે ઉપર પણ વ્યવસ્થાને અંગે શક્તિશાળી રાજ્યપુત્રના અમલની જરૂરિયાત હતી. એટલે તે પ્રાંતને વહીવટ મહારાજાએ પોતાના બીજા વીર રાજપુત્રને સુપ્રત કર્યો. (૩) કલિગ રાજ્ય
મહારાજા અશોકે ભયંકર ખુવારીના ગે, પ્રબળ આત્મભેગે, છતેલ કલિંગ પ્રદેશ, જેની રાજ્યધાની કનકપુરનગરમાં હતી, તેની વ્યવસ્થા માટે એક બહેશ રાજ્યપુત્રની જરૂરિયાત હતી. એટલે મહારાજાએ આ કલિંગ પ્રદેશ પણ બીજા એક રાજપુત્રને સુપ્રત કર્યો. આ જીતાએલા નવીન પ્રદેશમાં વિદ્રોહી વાતાવરણ જબરજસ્ત રીતે ચાલી રહ્યું હતું, કે જ્યાંની જંગલી અને પહાડી જાતિઓ સદા ઉદ્ધતાઇભર્યું વર્તન ચલાવી રહી હતી. આ કનકપુરનગર આજે પણ ઘેલા એવા નામે પ્રસિદ્ધ છે.