Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
શાકના અતિહાસિક બનાવા
૨૪૦
અપકૃત્યથી મહારાજા ભર્તૃહરિનું જીવન ત્યાગમય ખન્યું હતું તે જ માફક મહારાજા અશાકનુ જીવન ત્યાગમય બન્યું. મહારાજાએ રાજ્યવહીવટમાંથી લગભગ રાજ્યસંન્યાસ ગ્રહણ કર્યા અને રાજ્યવહીવટ પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે (મહાજન અને અમાત્યાદ્વારા) ચલાન્યા.
( ૭ )- મહારાજા અશેક હવે ધમ અશાક અન્યા; અને તેણે કિંમતી વસ્ત્રાલ કાર તથા આભૂષણૢાના ત્યાગ કરી મગધની પ્રજા અને મગધમાં ધર્મ પ્રચારાર્થે આદર્શ રીતે આત્મસેવાભાવી, જગતકલ્યાણકર સાધુસમાજની સુવ્યવસ્થા અને રક્ષણના માર્ગના સ્વીકાર કર્યાં.
(૮) મહારાજાના મતવ્યમાં પરિવર્તન થયું કે જીવમાત્ર સમાન છે. દુ:ખ અને સુખ એ પશુ-પક્ષી સાથે મનુષ્યાને પણ સમાન રીતે આત્મા પર અસર કરનારા થાય છે.” સાધુસમાજના સત્સમાગમે સમ્રાટને આ વાતની પ્રતીતિ થઇ, જેના ચેાગે મહારાજાએ અર્ધો અર્ધો ગાઉના અંતરે રસ્તા પર કુવાઓ, વાવડી, ધર્મશાળાઓ, મનુષ્ય તથા જનાવરાને રસ્તે આવતાં-જતાં સુંદર રીતને છાંયડા મળે તેવી રીતે રસ્તાની બન્ને બાજુએ વિશાળ આમ્રવૃક્ષા રાપાવ્યાં. એટલું જ નહિ પરન્તુ તેણે વટેમાર્ગુ એ માટે અર્ધા અર્ધા ગાઉને અંતરે પાણી પીવાની પરખે ચાલુ કરી તથા પશુએ ( જનાવરા ) માટે પાણીના અવેડાએ ઠેકઠેકાણે બધાવ્યા. મહારાજાના અન્નક્ષેત્રાના લાભ બ્રહ્મભાજન તરિકે નિત્યે ૬૦ હજાર બ્રાહ્મણેાને મળતા તે સાધુ, સંત તથા ભિક્ષુકાને ત્યાંથી ભિક્ષા મળી રહેતી.
(૯) આથી આગળ વધી મહારાજાએ રાજ્યલક્ષ્મીના સદુપયેાગ તરીકે દરેક ગામાગામ ધર્મશાળાએ બંધાવી અને ત્યાં અન્નક્ષેત્ર અને ભેાજનશાળાઓ સાથે સદાવ્રતા ચાલુ કર્યો. જેમાં મહારાજાશ્રીએ એટલે સુધીની ધર્મસેવા બજાવી કે તેના અંતિમ કાળે તેણે ચાર કરાડનું દાન દેવાના કરેલ સંકલ્પની પૂર્ણતા અર્થે રાજ્યભૂમિના એક ભાગ દાનમાં દેવા પડ્યો હતા.
( ૧૦ ) આટલી હદ સુધી હૃદયનુ પરિવર્તન કરનાર મહારાજા ધર્મ. અશેકે પેાતાના ધાર્મિક કાર્યાની અમરતા ખાતર રાજ્યઅમલદારાને તેમજ વંશ-વારસાને પેાતાના ક બ્યનું ભાન રહે તેની ખાતર તેણે મગધ સામ્રાજ્યના લગભગ ૮૪,૦૦૦ મુખ્ય શહેરામાં ઠેકઠેકાણે સ્તૂપો ઊભા કરી, શિલાલેખા કેાતરાવી રાજ્યાજ્ઞા સાથે ધાર્મિક સેવાનું ભાન કર્માચારીઓને કરાવ્યું હતું. આ રીતે મહારાજા અશોકે લગભગ ૯૬ કરોડ રૂપિયા સન્માર્ગીમાં ખર્ચ્યા હતા.
આ પ્રમાણે વૈરાગ્યયુક્ત બનેલ મહારાજાના અંગે આટલું નિષ્પક્ષપાતે વર્ણ ન કરી અમે જગતને જણાવવા માગીએ છીએ કે મહારાજા શેાકના હૃદયમાં તેણે કરેલ જગતકલ્યાણનાં કાર્યોમાં તથા રાજ્યખજાનાના કરેલા સદુપયોગમાં કયાં આગળ પક્ષપાતી