Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમ્રા, સંપ્રતિને જન્મ
૨૫૩ એકદા રાત્રિના પાછલા પહોરે પિતાનાં મુખમાં પ્રવેશ કરતાં હાથીનું સ્વપ્ન શરદૂબળાને દેખાયું. ઉચ્ચ કેટીનું સ્વપ્ન દેખી સુજ્ઞ સન્નારી તરત જ જાગૃત થઈ અને હાથપગ ધોઈ રાત્રિના પાછલા પ્રહરને સમય તેણીએ પ્રભુભક્તિમાં ગા. જોતજોતામાં સવાર પડી અને નિત્યકર્મથી પરવારી ગામની સીમા નજદિકના ઉપાશ્રયે પધારેલ પૂર્વધર શ્રી સાગરસૂરિ નામના મુનિવર પાસે પોતાના પતિ સહ જઈ સ્વપ્નની હકીકત કહી ને તેનું ફળ પૂછયું.
દશપૂર્વધર મહારાજશ્રીએ જ્ઞાનને ઉપગ મૂકી જણાવ્યું કે “હે! પ્રભુભક્તિપરાયણ આત્માઓ! તમારે ત્યાં ભાગ્યશાળી, કુળશિમણું, ભવ્યાત્માને જન્મ થશે, કે જેનાં હાથે જૈનધર્મને મહાન ઉદય થશે, એટલું જ નહિ પણ તેના વેગે ભારત જૈન, મંદિરમય બનશે.”
જ્ઞાની મુનિમહારાજના મુખથી પિતાને ત્યાં જન્મ લેનાર મહાન આત્માની વાત સાંભળી યુગલને સંતોષ ને આનંદ થયે. ત્યારબાદ પતિભક્ત શરદબાળાએ પોતાના ગર્ભનું સુંદર રીતે પાલન-પોષણ કરી ગર્ભાવસ્થાને કાળ સારી રીતે પસાર કર્યો, અને નવ માસ ઉપરાન્ત કેટલાક દિવસ વ્યતીત થતાં એક સુંદર સ્વરૂપવાન પુત્રને ઈ. સ. પૂર્વે ૨૫૭ માં પિોષ માસના શુકલપક્ષમાં જન્મ આપ્યો.
રાજ્યમહેલમાં જ્યાં સેંકડો દાસદાસીઓની સેવા-ચાકરી અને એષધોપચારો પ્રસૂતિ સમયે મળવાં જોઈએ તેને બદલે મગધના આ કીર્તિવંત ભાગ્યાત્માના જન્મ સમયે તેની માતાની સુશ્રષામાં માત્ર થોડીક વ્યક્તિઓ, ધાવમાતા સુનંદા અને ચંદા નામે દાસી હાજર હતી. મગધ અને માળવાના ત્રીજા દુકાળની ધ–
આ સમયે મગધ અને અવન્તી(માળવા)માં ત્રીજો ભયંકર દ્વાદશવષીય દુકાળ ચાલુ હતો, જેના દશ વર્ષે તે પસાર થઈ ગયાં હતાં. અવન્તી (માળવા) અને મગધની પ્રજાની ઉપરાચાપરી દુકાળનાં અંગે એટલી બધી તે દુર્દશા થઈ હતી કે ભલભલા શ્રીમંત શ્રેષ્ઠીઓને ત્યાં પણ એક ટંકનું ભજન કરકસરથી થતું હતું ત્યાં બિચારી ગરીબ રૈયતના તે શા હાલ સમજવા? આવા દુભિક્ષના સમયમાં માત્ર અંધ કુણાલના આશ્રમે એકધારી પ્રભુભક્તિના પ્રતાપે સદાયે સુકાળ દેખાતે અને ભજનેની ધૂનમાં મસ્ત રહેનાર આત્મહિતાથીઓને ત્યાં સદાકાળ સંતોષકારક સુંદર ભેજન મળી રહેતું.
કુણાલની પર્ણકૂટીવાળું ગામ છે ધર્મભૂમિ અને અન્નક્ષેત્ર તરીકે સુંદર પ્રસિદ્ધિને પામ્યું હતું જેને લાભ સાધુસંપ્રદાયને પણ સારી રીતે મળ્યા કરતે.
જે દિવસે પિષ મહિનામાં પ્રભુભક્ત સુરદાસને ત્યાં આ ભાગ્યવિધાતાને જન્મ થયે તે સમયે અકાળે પણ એવી રીતે સુંદર અમીવૃષ્ટિ થઈ કે જેના વેગે સમસ્ત અવન્તીમાં લીલાલહેર થઈ અને સાનાં હૃદયમાં શાંતિ સ્થપાઈ. આ પ્રમાણે અકાળે થયેલ અમીવૃષ્ટિના