Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
કર ને જે. અશોકની કલિંગ પર ચઢાઈ
૨૪૫ ઠંડું થઈ ગયું અને ભિક્ષુક તેલની કઢાઈમાં એક કમળ ઉપર બેઠેલો જોવામાં આવ્યું. તેની ચારે તરફ અગ્નિજવાળાઓ બળી રહી છે, પરંતુ તે જ્વાળાઓ આભિક્ષુકને સ્પશી પણ શકતી ન હતી. આ પ્રમાણેને દેખાવ જોઈ વધઘાતકે મહારાજાશ્રીને તેના સમાચાર પહોંચાડયા. મહારાજા ત્યાં આવ્યા અને ભિક્ષુકના સચોટ ઉપદેશથી વધસ્થાન બંધ કરવામાં આંબું અર્થાત નગાર ભાંગી નાખવામાં આવ્યું.” (જુઓ “મર્ય સામ્રાજ્યના ઈતિહાસ” પૃષ્ઠ ૪૮૯ થી ૪૪)
આ કથાનું કંઈક પરિવર્તન કરી ચિનાઈ મુસાફર હ્યુએનશાંગે પોતાના યાત્રાના વૃત્તાંતમાં આની નેંધ પૂરેપૂરી આપી છે.
યુવરાજ કુણાલ માટે એક ગામની ભેટ
મહારાજા અશોકે યુવરાજ કુણાલના ખર્ચ માટે ઉજજેની નજદિકના એક ગામની આવક અલગ કાઢી આપી અને પોતાના દશરથ નામના રાજ્યકુમારની અવન્તીના શાસક તરીકે નીમણુક કરી તેને અવન્તી મોકલી આપે, કે જ્યાં તેણે અવન્તીપતિ તરીકે રાજ્ય ચલાવ્યું. મહારાજા અશેકની કલિગ ઉપર ચઢાઈ
ઈ. સ. પૂર્વે ૨૬૧ માં મહારાજા અશોકે કલિંગ ઉપર ચઢાઈ કરી. આ કાળે મગધ પાસે ચતુરંગી સેનાનું બળ ઘણું જ સારા પ્રમાણમાં હતું. કલિંગ ઉપર ચઢાઈ કરવા માટે તેટલું સન્યબળ પૂરતું માની તેણે કલિંગ જેવા બળવાન સામ્રાજ્ય સામે બાથ ભીડવાનું સાહસ ખેડયું હતું. કલિંગ અને મગધની સરહદ પર હમેશાં નાનાવિધ તેફાનો થયાં કરતાં હતાં.
કલિંગને પ્રદેશ બંગાળની ખાડીના તટ ઉપર મહાનદી ગંગા અને ગોદાવરી વચ્ચે મગધના કઠા ઉપર આવેલ હતો કે જેને જીતવાની મગધની ખાસ આકાંક્ષા હતી. કલિંગ સામ્રાજ્ય પણ મહાન શક્તિશાળી અને અન્ય સામ્રાજ્યમાં ઉચ્ચ કોટીનું માન ધરાવતું હતું. તેની પાસે આ સમયે લશ્કરી સામગ્રીમાં ૬૦,૦૦૦ નું પાયદળ, ૧૦,૦૦૦ ઘોડેશ્વાર અને ૭૦૦ ઉપરાંતની હસ્તીસેના વિદ્યમાન હતી. એ સિવાય લડાયક સામગ્રી પણ ઘણી જ સારા પ્રમાણમાં હતી. આવા બળવાન સામ્રાજ્ય પર તેના કરતાં અધિક લશ્કરી સામગ્રી સાથે મહારાજા અશોકે ચઢાઈ કરી અને મગધની સરહદે ભયંકર યુદ્ધ જામ્યું.
કલિંગપતિએ પણ વીરતાથી યુદ્ધમાં ભાગ લીધે અને ભયંકર યુદ્ધ જામવાને કારણે એકલા કલિંગ દેશના એક લાખ ઉપરાંત મનુષ્યોને કચડઘાણ નીકળી ગયો. બીજી બાજુએથી મગધની પ્રચંડ સેનાને પણ કચડઘાણ પૂરતા પ્રમાણમાં નીકળે. અને આ ભયંકર યુદ્ધમાં કલિંગપતિને પરાજય થ અને મહારાજા અશોકને કલિંગને પ્રદેશ હાથ આવ્યો.
== =