Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૯ મુ.
કુણાલ અંધ અને છે
અવન્તીમાં રાજ્યકુમાર કુણાલની વર્ષગાંઠ નિમિત્તે ભરાયેલ દરબારમાં રાજ્યસભા ઉત્સાહી તાનમાં તરખેળ ખની હતી. તે સમયે દુ:ખ, આફત કે કલેશ એ શું વસ્તુ કહેવાય એની ઝાંખી પણ ર્કિંગાચર થતી ન હતી.
આવા આનંદના પ્રસંગે પ્રતિહારે અચાનક આવી યુવરાજ અને સરદારને નમી મગધના રાજ્યના આગમનની વધાઇ આપી. દ્વારપાળની વાણી સાંભળી યુવરાજ તેમજ મગધના સૂબા માધવિસંહ કે જે કુણાલના કાકા થતા હતા તે અતિવ આનંદ પામ્યા. ખાદ દ્ભુત મંદ મંદ પગલાં ભરતા યુવરાજની સમીપ આવી પહોંચ્યા અને પંચાંગ પ્રણિપાત કરી, સમ્રાટ અશાકવનની મહેારછાપવાળા લખાટા યુવરાજના હાથમાં આપ્યા. યુવરાજે તેને મસ્તકે ચઢાવી માધવસિંહને આપ્યા અને માધવસિ`હું ઉપરાક્ત પત્ર મંત્રીશ્વરના હાથમાં આપી વાંચવા ક્રમાવ્યું. રાજ્ય દરબારના વિશાળ એરડામાં ખીચાખીચ ભરાયેલ માનવમેદની સમ્રાટ અશેાકના પુત્ર પ્રત્યેના અગાધ પ્રેમ જોઇ આનંદમાં આવી ગઈ.
મંત્રીશ્વરે પત્રને મનમાં વાંચી લીધે અને તેનું માં ઉતરી ગયું. તેના નેત્રમાં અણુભની અગાહી સૂચવાતી હતી. ચતુર માધવસિંહૈં અને ખીજા સરદારા સમજી ગયા કે “ દાળમાં કાળું છે. ” ધડકતે હૃદયે અને મહામુશ્કેલીએ તેઓએ પ્રધાનજીને વિગત પૂછી. પ્રધાનની જિલ્લા જકડાઈ ગઈ હતી અને એક પણ શબ્દ ખેલવા તે સમર્થ થઇ શકયા નહીં. પ્રશ્નના ઉત્તર ન મળવાથી આખી સભાની શકા ને આતુરતામાં વધારો થયેા. પત્રને હાથમાં રાખી ધ્રૂજતા પ્રધાનની વિચિત્ર સ્થિતિ જોઇ રાજસભામાં બેઠેલા પ્રજાજના પર વીજળી જેવી અસર થઈ, અને સૌના હૃદયમાં પત્રની ભયંકરતા ભાસી.
મહારાજાના મુખથી રાજ્યપુત્ર માટે ખુશીના સમાચાર આપવાના સ ંદેશ રાજ્ય તે સાંભળ્યેા હતા, અને મહારાજાએ સ્વયં મુખથી રાજ્યકુમારને પેાતાના આશીર્વાદ આપવા.