Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૩૮
સમ્રાટુ સંપ્રતિ વર્ષે જ યુવરાજ કુણાલને રાજ્યાભિષેક કરવાને સંપૂર્ણ યુગ દેખાતું હતું. કારણ કે દરેક યુવરાજોને ૧૬ વર્ષની ઉંમરે ભરદરબારમાં યુવરાજપદ અર્પણ કરવામાં આવતું હતું. રાખવીતામાં પ્રપંચ–
યુવરાજ કુણાલની ૧૬મા વર્ષની વર્ષગાંઠના સમયે ભરાતા રાજ્યદરબારના પ્રસંગે યુવરાજના ઉત્સાહમાં આનંદભૂત થઈ પડે એવી જાતને સમયસર પહોંચે તે પ્રમાણેને એક રાજ્યખરીતે મહારાજા અશોકે લખી તૈયાર કરી રાખે, અને રાજ્યત(ખેપીયા)ને તે પત્ર અવન્તીના રાજ્યદરબારમાં તાકીદથી પહોંચાડવા તૈયાર થવા હુકમ કર્યો. સમય લગભગ મધ્યાહ્ન પૂવે એક ઘટિકાને હતે. મહારાજા શ્રી રાજ્યની રાહ જોતા બેઠા હતા એટલામાં ભેજન માટે આમંત્રણ આવવાથી મહારાજા જમવા ગયા, અને તે પત્ર પલંગ ઉપર એમ ને એમ પડી રહે.
મહારાજાની ગેરહાજરીમાં રાણું તીખ્યરક્ષિતાની નજરે તે પત્ર ચઢ્યો અને તેને ગુપ્ત રીતે વાંચી લઈ તેણે અટ્ટહાસ્ય કર્યું. પત્ર વાંચતાં જ કુણાલને ઘાટ ઘડવા હદયમાં અનેક તર્કવિતર્કો કરી વાળ્યા. બદલે લેવાને ગ્ય સમય મળી ગયો જાણી જલ્દીથી તેણે નેત્રોજનની સળી લઇ, થુંકથી તેને ભીંજવી, અંજન યુક્ત કરી, પત્રમાં રાજ્યકુમારના રાજ્ય-શિક્ષણ અર્થે લખાએલ “અહી” શબ્દના અકાર પર બિંદુ મૂકી હીરા કર્યો અને જાણે કશું જાણતી જ ન હોય તે પ્રમાણે પત્ર ત્યાં મૂકી ગુપ્ત રીતે તીખ્યરક્ષિતા ખંડની બહાર નીકળી ગઈ.
જનથી પરવાર્યા બાદ મહારાજાએ કુણાલને લખેલો પત્ર ઉતાવળને અંગે તપાસ્યા વગર પેક કરી, તે ઉપર મહેરછાપ મારી, કેટલાએક ગ્ય સમાચાર મુખથી કહી દૂતને તે પત્ર આપી રવાના કર્યો.
स्त्रीणां चरित्रं पुरुषस्य माग्यं, देवो न जानाति. कुतो मनुष्या ॥
આ ચરિત્ર અને પુરુષનું ભાગ્ય જાણવાને દેવ પણ સમર્થ નથી, તે મનુષ્ય માત્રની તે શી વાત જ કરવી ?
અવન્તીમાં રાજ્યપુત્ર કુણાલની વર્ષગાંઠના અંગે રાજ્યદરબાર દબદબાપૂર્વક ભરવામાં આવ્યું હતું. અવન્તીની પ્રજાને આ પ્રભાવશાળી યુવરાજ ઘણે જ પ્રિય થઈ પડ્યા હતે. એટલે નગરજનેથી આજને દરબાર ચીકાર ભરાઈ ગયો હતો. મધ્યાહ્ન બાદ યુવરાજ સુંદરમાં સુંદર વસ્ત્રાલંકારોથી સુસજિજત થઈ રાજ્યકર્મચારીઓ સાથે ધનાઢ્ય નગરજનોને અમલદારની સલામી ઝીલતે સિંહાસન પર જઈ બેઠો હતે. યુવરાજની નજદિકમાં અવન્તીના હાકેમ, મંત્રી આદિ બેઠા હતા. આ સમયે રાજ્યકુમારને નજરાણાની ભેટે પણ સારા પ્રમાણમાં મળી હતી.