Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૭ મું.
મહારાજા બિંદુસાર, ઈ. સ. પૂર્વે ર૯૮ થી ૨૭૨, વીરનિર્વાણ ર૨૯ થી ૨૫૫ ૨૬ વર્ષ
આ મહારાજાને જન્મ નંદકુમારી ધારિણી ઊર્ફે દુર્ઘટાની કુખથી ઈ. સ. પૂર્વે ૩૧૪ અથવા ૩૧૫ના ગાળામાં થયો હતે. જે સમયે મહારાજા ચંદ્રગુપ્તનું અવસાન થયું ત્યારે તેની ઉમર લગભગ સોળ સત્તર વર્ષની હતી.
આ મહારાજાને જન્મ તેની માતાની કૂખ ચીરી આઠમા મહિને થએલ હોવાથી તેની શારીરિક સ્થિતિ નબળી હતી અને પરિણામે તે અવારનવાર માંદો રહેતો.
દ્વિીપવંશમાં મહારાજા બિંદુસારને બિંદુસાર તરીકે, વાયુપુરાણમાં ભદ્રસાર તરીકે અને અન્ય પુરાણેએ તેને “વારીસાર” એવા નામથી સંબોધેલ છે. ડે. ફલીટે આ મહારાજાને એમિચેટ્સ (Amitrochets) તરીકે સંબોધેલ છે. આ મહારાજાના રાજ્યામલ દરમિયાનમાં યુગપ્રધાન તરીકે શ્રી આર્યમહાગિરિજી હતા તથા શ્રી આર્ય– સુહસ્તિસૂરિ પણ દીક્ષિત સાધુ તરીકે વિદ્યમાન હતા.
મહારાજ બિંદુસારે પંડિત ચાણકયની મદદથી સોળ સામ્રાજ્ય ઉપર પિતાની વિજયપતાકા ફરકાવી હતી, જે વાતને ડૉ. સિમથ પણ ટેકો આપે છે. એટલે કે મગધ સામ્રાજ્યની સીમા બંગાળના સમુદ્રથી માંડી સિંહલદ્વીપ સુધી પહોંચી ગઈ હતી. જે પ્રદેશ જીતવાને પ્રારંભ મહારાજા ચંદ્રગુપ્ત કર્યો હતો તે પ્રદેશો બિંદુસારે પંડિત ચાણકયની મદદથી સંપૂર્ણ જીતી લીધા અને લગભગ સમસ્ત ભારત મગધ સામ્રાજ્યની સત્તા નીચે આવ્યું હતું મહારાજા બિંદુસારને ચહસસાર–
મહારાજા બિંદુસારનાં લગ્ન તેની સેળ વર્ષની ઉમરે એક બ્રાહ્મણ કન્યા સાથે તેની