Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૨૮
સમ્રા સંપ્રતિ અને શુદ્ધ સંયમી જણવાથી તે ચુસ્ત જૈનધમી બને અને તે ત્યાં સુધી કે જૈનધર્મની વિરુદ્ધ કોઈપણ જાતને પ્રચાર કરનાર, જૈનમંદિરમાં આશાતના કરનાર, તેમજ તેને નુકસાન પહોંચાડનાર માટે ખાસ કડકમાં કડક કાયદાઓ તેણે ઘડ્યા. ડે. સિમથ મહારાજા ચંદ્રગુપ્તના ધર્મને અંગે જણાવે છે કે “આ મહાન સમ્રાટ બિંબિસાર જેવો જ જેન હતું તેવું ન માનવાને કંઈ પણ કારણ નથી. શિશુનાગ, નદ અને મૈર્યોના સમયમાં જેનધર્મ મગધમાં પ્રતિષ્ઠા ભેગવતા હતા. વિદ્વાન બ્રાહ્મણે ચાણકયની યુક્તિથી ચંદ્રગુપ્ત રાજ્ય મેળવ્યાની વાત જૈનધર્મ રાજ્યધર્મ હતો તે માન્યતા માટે અપ્રાસંગિક નથી. જેને પિતાના વિધિવિધાન માટે પરંપરાથી બ્રાહ્મણે રક્તાં આવ્યા છે. નંદ અને પછીના નવ રાજાની સેવા તેમના મંત્રીઓએ જેનસાધુઓની સહાયતાથી જ કરી છે. આ કાળના મહાનું અમાત્યના જૈન સાધુઓ મિત્ર તરીકે ગણાતા હતા.' -
આ પ્રમાણે મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યામલ દરમિયાનમાં જેનધ ઉચ્ચ કેટીની જનસેવા દ્વારા મગધ સામ્રાજ્યને દુકાળના અને નદીની રેલ જેવા ભયંકર આક્તના સમયમાં પણ તરતો રાખ્યું હતું, જે વસ્તુ નિર્વિવાદ રીતે સર્વમાન્ય રહે છે. આ વસ્તુસ્થિતિને ડ. થેમ્સ જેવા પણ સ્વીકાર કરે છે.
મહારાજા ચંદ્રગુપ્ત ભરયુવાન અવસ્થામાં ઈ. સ. પૂર્વે ૩૨૨ માં ભારતની ગાદી ઉપર આવ્યું હતું. તેણે પાંચ વર્ષ સુધી પંજાબના રાજા તરીકે રાજ્ય કર્યું હતું. બાદ ઈ. સ. પૂર્વે ૩૧૭ માં મગધ સામ્રાજ્યના સમ્રાટ તરીકે રાજ્યગાદી મેળવી. આ પ્રમાણે ૨૪ વર્ષ સુધી તેણે પિતાનું રાજ્ય નિષ્કટક રીતે ભેળવ્યું. બાદ ઈ. સ. પૂર્વે ૨૯૮ માં ૫૦ વર્ષની પ્રેઢાવસ્થાએ તેનો સ્વર્ગવાસ થયે.