Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૩૨
સમ્રાટ્ સંપ્રતિ
કરેલું તે તને પ્રાપ્ત થયું છે, માટે કૈાઇના પર દ્વેષ ન કરતાં શાન્તિથી જિનેશ્વર ભગવાનના ઉપદેશને વિચાર; કારણ કે આ સંસારમાં ઘણા જીવા ઘણી વાર ઘણા કાળ પન્ત ઘણા પ્રકારે શત્રુ અને મિત્રભાવે તને પ્રાપ્ત થએલા છે; માટે તું કર્મ શત્રુઓને જીતવામાં કારણુભૂત એવા મિત્રસમાન સુમન્તુ પ્રધાન પર રોષ ન કર.” આ પ્રમાણે સ જીવા પ્રત્યે સમભાવને ભાવતા, પંચપરમેષ્ઠી નમસ્કારને મેલતા, લેાકાન્ત રહેલ સિદ્ધોનુ શરણુ સ્વીકારતા અને ત્રતાને સંભારતા ચાણાકય અગ્નિદ્વારા ખળી ગયા અને વિશુદ્ધ ધ્યાનથી મૃત્યુ પામી દેવલેાકમાં મહદ્ધિકદેવ થયા.
પંડિત ચાણાકયના મરણ બાદ તેનુ ધન મેળવવાની ઇચ્છાએ અમાત્ય સુખન્ધુએ બિન્દુસાર પાસે ચાણાકયના ઘરની માગણી કરી. રાજાએ તેની માગણીને અનુમતિ આપી એટલે સુબન્ધુ મકાનમાં રહેવા ગયા. ધનના સંશાધન માટે પ્રયત્ન કરતાં એક એરડામાં અનેક તાળાથી બંધ કરેલ પેલી પેટીસુબન્ધુના જોવામાં આવી તેણે સવે તાળાંએ તેાડી તેમાં રાખેલ પેલા દાખડાને જોઇ વિચાયું કે- ખરેખર ! આમાં રત્ના ભરેલાં લાગે છે. એ વિના તેની આટલી બધી સંભાળ હાઇ શકે નહિ.’તે દાખડાને તેણે ખાલ્યા એટલે તેમાંથી લેાકેાત્તર (દિવ્ય) મહાસુગંધી ગંધ તેની નજરે પડ્યા. તે ગંધ તેણે સૂંથ્યા અને તેના અતિ સુગંધપણાથી તેણે અતિ આનંદ પણ અનુભવ્યેા. એટલામાં દાખડાની અંદર મૂકેલ ભેાજપત્ર પણ તેના જોવામાં આવ્યું જેમાં નીચે પ્રમાણેના શ્લેાક તેના વાંચવામાં આવ્યે. गंधानाम्राय य इमान तिष्ठेन्मुनिचर्यया ।
अंतकस्य स तत्काल - मतिथित्वं गमिष्यति ॥
66
આ ગંધ સુધી પછી જે મનુષ્ય મુનિચર્યામાં ( મુનિની માફક વર્તન કરશે નહિ) રહેશે નહિ તે તત્કાલ ચમના અતિથિ થશે. ”
આ પ્રમાણે વાંચી તે અત્યંત વિષાદ પામ્યા અને તેણે નિશ્ચય કર્યો કે ચાણાકયના આ પ્રયાગ વૃથા ન હેાય; તથાપિ ભાજપત્રમાં લખેલ અની ખાત્રી કરવા સુખ એ કાઇ પુરુષને તે ગંધ સુંઘાડી તેને દિબ્યાહારનું ભાજન કરાવ્યુ' એટલે તરત જ તે પુરુષ મરણ પામ્યા.
આ બધી વસ્તુએ નજર સામે બનેલી જોઇ પેાતાની જિંદગીને રક્ષવાની ઇચ્છાથી તે સુખ પ્રધાન પણ તપસ્વી માફ્ક રહેવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે- અહા ! પંડિત ચાણાકયની બુદ્ધિની કુશળતા તા જુએ કે—જેણે મરતાં મરતાં પણ મને જીવતા મરેલા બનાન્યેા. ' આ પ્રમાણે અભવ્યભાવથી મુનિપણામાં રહેલ તે સુખ... પ્રધાન મુનિના ફળને ન પામ્યા. ત્યારબાદ પેાતાનુ જીવન તેણે અત્યંત પશ્ચાત્તાપપૂર્વક પ્રભુભક્તિમાં ગાળ્યુ.
X
*
સમ્રાટ બિંદુસારના રાજ્યામલ દરમિયાનમાં પશ્ચિમ એશિયામાં સેલ્યુકસ નીકેટરના
X