Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૫ મું.
સેલ્યુકસ સાથે સંધી,
મહારાજા ચંદ્રગુપ્તે વિશ્વવિજયી સૈન્યની સહાયતાથી ઉત્તર ભારતમાં પેાતાનુ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. મહારાજા ચંદ્રગુપ્તની પહેલાં નંદવંશના મહાપદ્મન રાજાએ ગંગા નદીથી માંડી ખંગાળ સુધીના પ્રદેશમાં મગધની આણ વર્તાવી હતી, જેમાં કેશલ, અવતી, વત્સ, કાશી અને અંગ દેશનાં રાજ્યાના સમાવેશ થતા હતા. લીચ્છવી, શાકય આદિ ગણતંત્ર રાજા પર પણ આ પૂર્વે મગધના અધિકાર સ્થાપિત થયા હતા, પરન્તુ ગંગાની પશ્ચિમના પ્રદેશ આજ સુધી મગધ સામ્રાજ્યની બહાર હતા.
મહારાજા ચંદ્રગુપ્તને રાજ્યપ્રાપ્તિ બાદ પ્રથમ કાર્ય આ પ્રદેશ સર કરવાનું હતુ. શાહ સીકદરના આક્રમણે આ પ્રદેશેામાં ઘણી ઉથલપાથલ થઈ ગઈ હતી અને અવ્યવસ્થા તેમજ અસ્થિરતા વધી પડવાથી મહારાજા ચંદ્રગુપ્તને પેાતાની શક્તિના ઉપયાગ કરવાના માર્કા મન્યેા. બાદ તે શાહ સીકંદરના વિદ્રોહી ભારતના નેતા બન્યા અને શાહ સીકંદરનું આધિપત્ય નષ્ટ કરી પાતે જ સ્વયં સમ્રાટ અન્યા. ચંદ્રગુપ્તના નેતૃત્વ નીચે ગંગાના પતી રાજ્ગ્યાને સ્વતંત્રતા મળી હતી, પરન્તુ અંતમાં ઉપરાક્ત રાજ્યેાએ મહારાજા પર્યંતને મગધ પર આક્રુમણુ લઇ જવામાં મદદ કરી તેથી તે તે રાજ્યાને મગધ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યાં હતાં.
આ પ્રમાણે પશ્ચિમેાત્તર ગગાના પ્રદેશ પર પેાતાના અમલ જ્યારે મહારાજા ચંદ્રગુપ્ત જમાવી રહ્યા હતા ત્યારે ઈરાની રાજ્યસત્તાવતી સેલ્યુકસ નીકેટર પશ્ચિમ અને મધ્ય એશિયામાં પેાતાની શક્તિથી રાજ્યસત્તા વધારતા જતા હતા. સેલ્યુકસનું ભારતવર્ષ પર આક્રમણુ એ ચંદ્રગુપ્તના રાજ્યકાળની મુખ્ય ઘટના બની.
શાહ સીકંદરનું મૃત્યુ
શાહ સીક ંદરનુ એખીલેાન નગરમાં ઇ. સ. પૂર્વે ૩૨૩માં મૃત્યુ થયું. પશ્ચાત્ મેસીડાનીયન સામ્રાજ્યમાં તેના ઉત્તરાધિકારી વારસના સંબંધમાં આંતર મતભેદ્દા જાગ્યા. રાજ્યપ્રાપ્તિ માટે
૨૮