Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૧૯
સેલ્યુસ સાથે સંધી આ સમયે મહારાજા ચંદ્રગુપ્તના સામ્રાજ્યનો વિસ્તાર એટલો બધો વિસ્તૃત બન્યો હતો કે તેના સામ્રાજ્યની સીમા દક્ષિણ તરફના સમુદ્રને સ્પર્શતી હતી. આ હકીકતને અંગે વિશાખદત્ત લખે છે કે–ચંદ્રગુપ્તનું રાજ્ય બન્ને સમુદ્રના અંતરગત પ્રદેશ સાથે દક્ષિણવિભાગ પર્યત હતું. જેમાં ઓછામાં ઓછો ઉત્તર ભારત, અફઘાનિ. સ્તાન અને બલુચિસ્તાનનાં રાજ્યને અંતર્ગત વિસ્તાર પણ સમાતે હતે. ”
આ પ્રમાણે વિશાળ રાજ્યની પ્રાપ્તિ કરી કાજ, સિરાષ્ટ્ર તથા અન્ય ક્ષત્રિય રાજ્ય તેના આશ્રિત બન્યા. લચ્છવી, વજિક, મલ્લક, મજક, કુંકુર, કુ, પાંચાલ આદિ રાજ્યજાતિઓને જીતી પિતાને વશ કરી. સંકટનિવારણનાં કાર્યો—
આ પ્રમાણે સામ્રાજ્યને છતી મહારાજા ચંદ્રગુપ્ત અનેક જાતનાં લેકોપયેગી કાર્યો કર્યા. તેણે ૧,૦૦૦ માઈલની લાંબી નહેર ખોદાવી કે જે ગંગાથી લગાવી કાઠિયાવાડના ગિરનાર પર્વત સુધી પહોંચી હતી. આ ઉપરાંત ગિરનાર નજદિક એક વિશાળ “સુદર્શન” તળાવ ખોદાવી, ડુંગરાળ પ્રદેશને પ્રવાહ તે તળાવમાં વાળી, આવશ્યકતા અનુસાર ભિન્નભિન્ન દિશાએ નાની નાની નહેરો કાઢી તેણે પ્રજાના કણનું નિવારણ કર્યું.
મહારાજા ચંદ્રગુપ્તના સમયમાં રેગીઓની ચિકિત્સાથે વૈદ્ય અને ઔષધાલયની વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવી, તેવી જ રીતે દવાઓનાં પૃથક્કરણ અને તેનાં મિશ્રણે પણ થતાં હતાં જેના અંગે વૈદકશાસ્ત્રને પણ આ કાળે સુંદર રાજ્યાશ્રય મળે હતો. તેવી જ રીતે દુભિક્ષ, અગ્નિ આદિ કષ્ટદાયક પ્રસંગે જનતાને રાહત મળે તેવાં પગલાંઓ રાજ્ય ભરતું હતું.
દુર્ભિક્ષના સમયે સમુચિત પ્રબંધ કરવામાં આવતું હતું, જેમાં રાજ્ય તરફથી કેકારો બોલવામાં આવતા હતા અને અન્નક્ષેત્ર તરીકે હમેશાં ઉપરોક્ત કોઠારમાંથી તેને સદુપયોગ કરવામાં આવતો હતો. જેના સંબંધમાં પંડિત ચાણકય લખે છે કે –
दुर्भिक्षे राजा बीजभक्तोपगृहं कृत्वाऽनुग्रहं कुर्यात् । कौटिल्यअर्थशास्त्र ४-३.
જેવી રીતે જૈન સાધુસમુદાય માટે પાટલિપુત્રના મહાજને ઉચ્ચ કોટીની ભાવનાઓથી સેંકડો સાધુમુનિ મહારાજેનું રક્ષણ કર્યું હતું તેવી જ રીતે રાજ્ય તરફથી અન્નક્ષેત્ર અને ભેજનાલયે ખેલી સનાતન અને બૌદ્ધ વિગેરે ધર્મને સાધુઓનું પણ સંપૂર્ણ રીતે રક્ષણ કરવામાં આવ્યું હતું.
મગધને પ્રદેશ ચારે દિશાઓની નહેરો અને નદીઓથી લગભગ હરિયાળો અને ફલકૂપ ગણાતો હતું જેમાં અનેક સમયે નદીઓનાં પાણીનાં પૂર એટલી હદ સુધી ચઢતા કે નદીકિનારે વસેલાં ગામનાં ગામે તણાઈ જતાં. આ વસ્તુસ્થિતિનું બરોબર ધ્યાન