Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૪ થું.
જૈન મુનિઓને પ્રભાવ ને બિંદુસારનો જન્મ સુજ્ઞ વાચક, આધુનિક સમયમાં એકાદ વર્ષ જે ભયંકર દુકાળ પડ્યો હોય તે ગેબ્રાહ્મણપ્રતિપાળ ગણા મહાજન તડફડાટ મચાવી મૂકે છે જ્યારે આ એતિહાસિક કાળે મગધ જેવા પ્રદેશમાં બબ્બે વખત દ્વાદશ વષી ય ભયંકર દુકાળે પિતાને વિકરાળ પંજે બીછાવ્યો હતો છતાં મહાજનવગે શાંતિથી બને તેટલી સહાયતા કરી હતી.
પ્રથમ બાર વષી દુકાળ વીરનિર્વાણ ૧૫૫ ના ગાળામાં પડ્યો ત્યારે પાટલિપુત્રમાં ૫૦૦ સમર્થ જૈન સાધુઓ દ્વારા કંઠસ્થ આગમ સૂત્રોનાં ૧૧ અંગો સૂત્રારૂઢ થયાં કે જેની ગાથાઓની સંખ્યા ૧,૩૨,૬૦૩ *લેકપ્રમાણુ હતી. ટીકાની ગાથા ૭૩,૫૪૪ કલેકપ્રમાણ, ચણિની ગાથા ૨૨,૭૦૦ લોકપ્રમાણ તથા નિર્યુક્તિની ગાથાઓ ૭૦૦ શ્લોકની હતી. તેમજ ૧૧ અંગસૂત્રોની મૂળ ગાથાઓની સંખ્યા ૩૫,૬૫૯ ની હતી. નવ અંગની ટીકાની રચના પાછળથી શ્રી અભયદેવસૂરિ મહારાજે કરી, જેના અંગે શ્રી અભયદેવસૂરિજીનું નામ “નવાંગી ટીકાકાર” તરીકે પ્રસિદ્ધિને પામ્યું. આ જ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે પ્રાચીન ઐતિહાસિક ઘટનાઓના રક્ષણાર્થે વીરનિર્વાણ સંવત્ ૧૧૭૪ માં - અણહિલપુર પાટણમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં ૧૯ ઑકપ્રમાણુ મહારાજા સંપ્રતિના સુધી મર્યવંશને ઈતિહાસ “નિશીથ ” ભાષ્ય તથા અન્ય પ્રાચીન ગ્રંથોના આધારે લખ્યું છે તેને પણ આ પ્રમાણિક ઈતિહાસમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મગધમાં પડેલ બીજી ભયંકર દુકાળીના અંગે પાટલિપુત્ર નગરમાં રહેલ સાધુગણના મુખ્ય નાયક અને યુગપ્રધાન વયેવૃદ્ધ પૂર્વધર આચાર્ય શ્રી સ્થૂલભદ્રજીએ મગધને ત્યાગ કરી અન્ય દેશોમાં વિહાર કરવાની સાધુસમુદાયને આજ્ઞા ફરમાવી. ઘણા સાધુઓ ગુરુ આજ્ઞાનુસાર અન્ય દેશમાં ગયા હતા, પરંતુ આર્ય સુહસ્તિના બે વિદ્વાન્ સાધુઓ ગુરુદેવે ના કહેવા છતાં તેમની વૈયાવચ્ચ અથે રહ્યા હતા.