Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મૌર્યવંશની વંશાવળી
શિ૦૭ મહારાજા ચંદ્રગુપ્ત ક્ષત્રિય વંશના ઉચ્ચ શ્રેણીના રાજ્યવંશમાં જન્મેલ અને પ્રભાવશાળી વિભૂતિ હતી. વળી મહારાજા નંદની પુત્રી સાથે તેમનાં લગ્ન થયાં અને સાથે નંદકુમાર પણ મહારાજા ચંદ્રગુપ્તની સાથે માનભેર મગધ પાછા ફરે છે, એટલું જ નહિ પણ પદભ્રષ્ટ થએલ મહારાજા નંદને વિજેતા મહારાજા ચંદ્રગુપ્ત અને સૂત્રધાર પંડિત ચાણકયે એગ્ય માન આપી તેમનું બહુમાન સાચવ્યાના સમાચાર મગધમાં ફરી વળતાં પ્રજાએ હર્ષભેર આ સંસ્કારી વિભૂતિઓને વધાવી લીધી.
બાદ પ્રજાએ મહારાજા ચંદ્રગુપ્તનો મગધની રાજ્યગાદી ઉપર સમ્રાટ્ર તરીકે રાજ્યાભિષેક કર્યો. આ પ્રમાણે ઈ. સ. પૂર્વે ૩૧૭ માં મહારાજા ચંદ્રગુપ્તને સૂત્રધાર પંડિત ચાણાયદ્વારા મગધના સમ્રાર્ષણની રાજ્યગાદી પ્રાપ્ત થઈ અને પરિણામે પંડિત ચાણક્યને નિરંકુશપણે પ્રતિનિધિત્વદ્વારા રાજ્યસત્તા ચલાવવાને લખાએલ ભાગ્યયોગ પૂરેપૂરો પ્રાપ્ત થર્યો. તેણે મગધ સામ્રાજ્યને રાજ્યવહીવટ “તાજવગરના રાજા” તરીકે લગભગ ૪૦ વર્ષ સુધી ચલાવી, ૮૦ વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ અનસનથી આત્મકલ્યાણ સાધ્યું.
ચાણક્યના દેહત્યાગને પ્રસંગ ઘણે જ દુઃખદ બને છે, જેનું સવિસ્તર વૃત્તાંત મહારાજા બિંદુસારના રાજ્યામલ સાથે સંબંધ ધરાવતો હોવાથી તે સ્થળે જણાવવામાં આવશે. પડિત ચાણક્યનું અર્થશાસ્ત્ર
પંડિત ચાણયે મગધ રાજવહીવટ ચલાવવા અર્થે પિતાના જ્ઞાનના બળે દ૬૦૦ લેકપ્રમાણ અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી કે જે ગ્રંથને અનુવાદ “શ્રી સયાજવિજય સાહિત્યમાળા”ના પુસ્તક ૧૮૭ તરીકે “કૅટિલ્ય અને અર્થશાસ્ત્ર” નામના ગુજરાતી ગ્રંથમાં સુખરાય વિ. પુરુષોતમ જેષિપુરા, M. A. એ કર્યો છે. તેઓ પંડિત ચાણક્યના અને ઉપરોકત ગ્રંથમાં જણાવે છે કે –
“આજ સુધીમાં જેટલું સંસ્કૃત વાય પ્રકાશમાં આવી શકયું છે તેમાં અર્થશાસ્ત્ર સંજ્ઞા ધરાવનાર જે કોઈ પણ ગ્રંથ આપણને પ્રાપ્ત થયેલ હોય તે તે ફક્ત “કોટિલ્ય અર્થશાસ” જ છે.
અર્થશાસ્ત્ર સંજ્ઞા આપીને રાજ્યશાસ્ત્ર લખવાની પહેલ કટિયે જ કરેલી. કટિલ્ય પિતાની આ કૃતિના આરંભમાં લખે છે તે પ્રમાણે પૃથ્વીના લાભ અને પાલન અર્થે પૂર્વ કાળના જે આચાર્યોએ જેટલાં શાસ્ત્રો રચેલાં છે તેમાંનાં ઘણાખરાંને ઉપગ કરી આ અર્થશાસ્ત્ર લખું છું.”
જૈન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ મહાવીરની દેશનાદ્વારા પાંચમા આરાનું વિષમ ભાવી સમજ મગધ અમાત્ય અભયકુમાર, કે જેઓ મહારાજા શ્રેણિકના પાટવીકુંવર થતા હતા તેમણે ભારતીય પ્રજાના રક્ષણાર્થે રાજયવહીવટને સુવ્યવસ્થિત રાખવા માટે નીતિશાસ્ત્રને