Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૦૪
સમ્રાટ સંપ્રતિ ઉપર પ્રમાણે ત્રણ રાજાઓનાં વર્ષોની ગણત્રી મુજબ તેઓને રાજ્યામલ ઈ. સ. પૂર્વે ૩૨૨ થી ૨૩૭ એટલે વીરનિર્વાણ ૨૧૦ થી ૨૫-૮૫ વર્ષો સુધી ભારતની ભૂમિ પર હતા.
આ વંશાવળી સાથે યુગપ્રધાન પટ્ટાવલીના યુગપ્રધાન આચાર્યોને સંબંધ, પટ્ટાવલીના બીજા આંક મુજબ નીચે પ્રમાણે સંકળાએલે છે
૧. શ્રી સ્થલભદ્રજી પ્રભુ મહાવીરના આઠમા પટ્ટધર તરીકે ૪૫ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહી, ૯૯ વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ વિરનિર્વાણ ૨૧૫ માં સ્વર્ગવાસી થયા.
' વીરનિર્વાણ ૨૧૦ માં મગધની રાજ્યગાદી ઉપર મૈર્યવંશની સ્થાપના થઈ, એટલે યુગપ્રધાન પટ્ટાવલીને પ્રથમ આંક રાજ્યગાદીના પરિવર્તન સાથે ૨૧૦ માં બદલાયે. શ્રી જંબુસ્વામીના મેલગમન બાદ કેવળજ્ઞાન વિચ્છેદ ગયું હતું, પરંતુ તેમની પટ્ટપરંપરાએ શ્રુતજ્ઞાનીઓ થયા હતા. શ્રી સ્થલભદ્રજી પણ દશ પૂર્વધર હતા. તેમના અથાગ જ્ઞાન અને અપૂર્વ પ્રતિભાએ સમ્રા ચંદ્રગુપ્ત પર સારી અસર પાડી અને તે તેમના સંસર્ગમાં આવવા લાગ્યું. તેમના સત્યપદેશ-સિંચનથી મહારાજા ચંદ્રગુપ્તને જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સમજવાને અપૂર્વ લાભ મળે. મગધની રાજ્યગાદી મોર્યવંશમાં બદલાવવા છતાં ધાર્મિક પરિવર્તન થયું ન હતું કારણ કે મહારાજા ચંદ્રગુપ્ત જેનધમી બન્યા બાદ એટલે બધો ધર્મચુસ્ત બને કે સૈારાષ્ટ્રમાં આવેલ પવિત્ર શત્રુંજયાદિ જૈન તીર્થોની તેણે યાત્રા કરી, એટલું જ નહિ પરંતુ જેન મુનિ મહારાજાઓ અને જૈનસંઘ પ્રત્યે અપૂર્વ માન ધરાવી પૂર્વથી ચાલી આવતી રાજ્યનીતિ પ્રમાણે મહાજનનું માન સાચવ્યું.
મહારાજા ચંદ્રગુપ્તને વીરનિર્વાણ ૨૧૦ માં મગધની રાજ્યગાદી મળી તે સમયે મગધમાં ભયંકર દ્વાદશ–વષય દુકાળની શરૂઆત થઈ ગઈ હતી. એટલે નંદવંશીય મગધનરેશ તરફથી શરૂ કરવામાં આવેલ સંકટનિવારણનાં કાર્યોની પુષ્ટિ કરવા સાથે અન્નક્ષેત્રે, ભેજનાલય તેમજ ગુપ્ત દાન પણ તેણે ચાલુ રાખ્યાં. ઠેકઠેકાણે ધર્મશાળાઓ સ્થાપી. વળી મગધમાં ચારે દિશાએ કૂવાઓ અને વાવડીઓ રાજ્યના ખર્ચ ખોદાવવાનું કાર્ય ચાલુ રાખી મહારાજા નંદના હાથે થએલ દરેક કાર્યને તેણે અપનાવ્યું. મહારાણી દુર્ધટાએ શરૂઆતથી જ મહારાજાની સંપૂર્ણ પ્રીતિ સંપાદન કરી હતી અને મહારાજાને સંસ્કારી બનાવવા તેમજ રાષ્ટ્રમાં રાજ્યધર્મ તરીકે પળાતા જૈનધર્મને અખલિતપણે ચાલુ રાખવામાં આ વીર સન્નારીએ સુંદર ફાળો આપ્યો હતો, જેના પરિણામે મગધ સામ્રાજ્યની રાજ્યસત્તા બદલાવવા છતાં રાજ્યધર્મ તરીકે જૈનધર્મ ચાલુ જ રહ્યો.
મહારાજા ચંદ્રગુપ્ત જેન રાજવી હતા અને તેણે અંતકાળ સુધી જેનધર્મ પાળી જેનરાજવી તરીકે જ સ્વર્ગવાસ કર્યો હતો. આ ઐતિહાસિક હકીકતને જગતના ઈતિહાસકારો અને સંશોધકે બહુમતિએ ટેકે આપે છે.