Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
શ્રેણિકના સ્વજનેાની દીક્ષા
૧
આ સિવાય મેઘકુમાર જે ધારિણી રાણીને પ્રથમ કુમાર હતા તેણે પણ દીક્ષા અંગીકાર કરી હતી. તેમનું રસિક ખાધદાયક વૃત્તાન્ત કલ્પસૂત્ર તથા ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં ભગવત મહાવીરના ચરિત્રાન્તર્ગત આપવામાં આવ્યું છે. તેવી જ રીતે શ્રેણિક મહારાજાના નર્દિષણ નામના પુત્રે પણ દીક્ષા ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધ્યું હતું.
આ ઉપરાન્ત પ્રભુ મહાવીરના ઉપદેશથી નીચેના દેશાના રાજાઓએ જૈન ધર્મ અંગીકાર કરી પેાતાના પ્રાન્તામાં તેના ફેલાવા કર્યા હતા, જેનાં નામેા શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ “ જૈન ધર્મ વિષયક પનાત્તરી ” નામના ગ્રંથમાં નીચે પ્રમાણે દર્શાવે છે. તેઓના જણાવ્યા પ્રમાણે તે રાજાએમાંથી ઘણા રાજાએ ગતમ માદ્ધના ભક્ત હતા; પરન્તુ પાછળથી પ્રભુ મહાવીર ભગવતના ઉપદેશ સાંભળી જૈન ધર્મમાં આવેલા હતા, કેમકે પ્રભુ મહાવીર ભગવંત પહેલા સેાળ વર્ષ અગાઉ બુધ્ધે કાળ કર્યા હતા. એટલે ગાતમ બુદ્ધના મરણ પછી શ્રી મહાવીર કેવળીપણે વિચર્યાં હતા ને તેમના ઉપદેશથી કેટલાએક આદ ધર્માનુરાગી બનેલ રાજાઓએ જૈન ધર્મ અંગીકાર કર્યાં હતા. આ સર્વે રાજાઓનાં નામ અંગેાપાંગાદિ આગમ સૂત્રામાં નીચે પ્રમાણે દર્શાવેલાં છેઃ-( ૧ ) રાજ્યગૃહીના રાજા શ્રેણિક, ( ૨ ) ચ’પાનગરીના રાજા અને શ્રેણિકના પુત્ર અશાકચંદ્ર જેમનું પ્રસિદ્ધ નામ કેાણિક હતું, ( ૩ ) વૈશાલીનગરીના રાજા ચેટક, ( ૪ થી ૨૧) કાશી દેશના નવ મઠ્ઠીક જાતિના રાજા તથા કૈાશલ દેશના નવ લિચ્છિવી જાતિના રાજા, ( ૨૨ ) અમલકલ્પાનગરીના શ્વેત નામના રાજા, (૨૩) વીત્તભયપટનના ઉદાયન રાજા, (૨૪) કેશાંખિકા નગરીના ઉદાયન વત્સ રાજા, (૨૫ ) ક્ષત્રિયકું’ડગ્રામ નગરના ન ંદિવર્ધન રાજા, (૨૬) ઉજ્જૈનીના ચપ્રદ્યોત રાજા, (૨૭) હિમાલય પર્વતની ઉત્તર તરફ પૃષ્ઠચંપાના રાજા શાળ અને મહાશાળ નામના એ ભાઇ, ( ૨૮ ) પુલાશપુરના વિજય નામના રાજા, ( ૨૯ ) પ્રતિષ્ઠાનપુરના પ્રસન્નચંદ્ર રાજા, ( ૩૦ ) હુસ્તિશી નગરના આદિનશત્રુ રાજા, ( ૩૧ ) રૂષભપુરના ધનાવહ નામના રાજા, (૩૨ ) વીરપુરનગરના વીરકૃષ્ણમિત્ર નામે રાજા, ( ૩૩ ) વિજયપુરના વાસવદત્ત રાજા, ( ૩૪ ) સાગધિક નગરીના અપ્રતિહત નામના રાજા, (૩૫) કનકપુરના પ્રિયચંદ્ર રાજા, ( ૩૬ ) મહાપુરના મળરાજા ( ૩૭) ચંપાના દત્ત રાજા, (૩૮) સાકેતપુરના મિત્રનદી રાજા–આ ઉપરાન્ત અન્ય અનેક રાજાઓએ જૈન ધર્મ સ્વીકાર્યાં હતા.
પ્રભુ મહાવીરના અંતિમ સમય સુધીમાં તેએના ઉપદેશથી ૧,૫૯,૦૦૦ જૈન ધર્મમાં ચુસ્ત શ્રાવકા હતા, તેવી જ રીતે ૩૧૮૦૦૦ સન્નારીઓએ જૈનધર્મ અંગીકાર કર્યાં હતા, ૧૪,૦૦૦ સાધુએ તેમના શિષ્ય તરિકે હતા, તેવી જ રીતે ૩૬,૦૦૦ સાધ્વીએ હતી, ગાતમ આદિ ૧૧ શિષ્યેા તેમના મુખ્ય શિષ્ય અને ગણધર તરિકે ગણાતા હતા. તે ગૃહસ્થાશ્રમમાં પશુયજ્ઞના મહાન હિમાયતી પંડિત અને શાસ્ત્રવિશારદ હતા, જેઓએ પ્રભુના પ્રતિમાધથી જૈન સાધુપણું અંગીકાર કર્યું હતું.
ઉપરાક્ત સાધુ સંપ્રદાયમાં ૭૦૦ વૈક્રિયલબ્ધિવત તેમજ ૪૦૦ વાદીઓ હતા. તેવી જ