Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૩ જું.
મહારાજા નંદિવર્ધન. ઇ. સ. પૂર્વે ૪૬૭ થી ૪૩૫, વીર નિર્વાણ ૬૦ થી ૯ર ૩ર વર્ષ.
આ નૃપતિનો જન્મ એક મામુલી નાપિક(હજામ)ને ત્યાં ગુણિકાના ઉદરથી થયો હતો. આ નાપિકની સ્થિતિ એટલી બધી કંગાળ હતી કે તેને ફરજીઆત હજામને બંધ કરી પિતાનું ગુજરાન કરવું પડતું હતું. ગુણિકાના પેટથી જન્મેલ નન્દને તેની પ્રથમ યુવાવસ્થામાં સ્વપ્ન પણ ખ્યાલ ન હતો કે મારું ભાગ્યચક મને મગધ સામ્રાજ્યની ગાદીએ બેસાડશે.
स्त्रीणां चरित्रं पुरुषस्य भाग्य, देवो न जानाति कुतो मनुष्यः ? આ કાનુસાર આ નાપિક પુત્રને તેના પૂર્વજન્માંતરનાં ઉચ્ચ કોટિના સંસ્કારદ્વારા મગધની રાજ્યગાદી વિચિત્ર સંજોગોમાં પ્રાપ્ત થઈ. તેને રાજગાદીની પ્રાપ્તિ કેવી રીતે થઈ તેને લગતી હકીક્ત નીચે મુજબ -
જે દિવસે રાત્રે મહારાજા ઉદાઈનું અપમૃત્યુ જેન મુનિના વેષમાં રહેલ એક પદભ્રષ્ટ રાજ્યકુમારને હાથે સ્વર્વરના બદલા તરીકે થયું તે જ રાત્રિના પ્રભાતસમયે આ નાપિક પુત્ર નંદને સ્વનામાં પાટલિપુત્ર નગર પોતાના આંતરડાથી વેષિત કહેતાં વિંટળાએલ દેખાયું. તરત જ નિદ્રાને ત્યાગ કરી, નાપિકપુત્ર નક્કે પોતાના સ્વપ્નની વાત નજદિકમાં રહેલ સ્વપ્નશાસ્ત્રના જાણકાર ઉપાધ્યાયને કરી.
ઉપાધ્યાયે સ્વપ્નનું ઉચ્ચકોટિનું ફળ-પરિણામ જાણી પ્રીતિપૂર્વક આ નાપિકપુત્રને વસ્ત્રાભૂષણેથી અલંકૃત કર્યો અને પિતાની પુત્રી તે જ સમયે પરણાવી. પછી શુકનશાસ્ત્રના જાણકાર ઉપાધ્યાયે સ્વપ્ન-પ્રભાવ જાણવા પોતાના નૂતન જમાઈ નંદને પાલખીમાં બેસાડી વરઘોડારૂપે સમસ્ત નગરમાં ફેરવવાનું શરૂ કર્યું.