Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૮૦
સમ્રા સંપ્રતિ ભાગવત પુરાણમાં પણ કહ્યું છે કે –
महानन्दी सूतो राजन् ! शूद्रागर्भोद्भवो बली । महापअपतिः कश्चिन्नन्दः क्षत्रविनाशकृत् ॥ ततो नृपा भविष्यन्तिस एकच्छत्रां पृथिवीमनुल्लंधितशासनः ।
शासिष्यति महापो द्वितीय इव भार्गवः ॥ स्कन्ध १२, अ० २, વળી કળિયુગ રાજવૃત્તાંતમાં જણાવેલું છે કે –
महानन्देश्च शूद्रायां महिष्यां कलिचोदितः। उत्पस्यते महापद्मो धननन्द इति श्रुतः ॥ अतिलुब्धोऽतिबलो सर्वक्षत्रान्तको नृपः । ऐक्ष्वाकांश्च पाञ्चालान् कौरव्याश्च हैहयान् । कालकानेकलिङ्गाश्च शूरसेनाश्च मैथीलान । जित्वा चान्यांश्च भूपालान् द्वितीय इव भार्गवः ॥ एकराद् स महापद्मः एकश्छत्रो भविष्यति । स कृत्स्नामेव पृथिवीमनुल्लंधितशासनः॥ शासिष्यति महापयो मध्ये विन्ध्यहिमालयोः।
ततः प्रभृति भविष्यन्ति शूद्रायाः नृपाः कलौ ॥ भाग ३, अध्याय २. ઉપર પ્રમાણે ધાર્મિક ગ્રંથે પણ વીર રાજવી મહાપવની વીરતાની નેંધ લે છે કે જે નેંધ લેતાં તેમને ક્ષત્રિય રાજાઓને મહાત કરવામાં તેને પરશુરામ તુલ્ય બળ વાપર્યું હતું અને મગધ સામ્રાજ્યની સીમા વધારી હતી એમ એક મતે ઉચ્ચારવું પડયું છે.
મગધ સામ્રાજ્ય પ્રાચીન અનાદિકાળનું સામ્રાજ્ય ગણાતું હતું અને મગધની રાજગાદી ઉપર બળવાન ક્ષત્રિય વીર રાજવીઓ સનાતનધર્મની ગેરવતા વધારનારા થયા હતા. તેના બદલે અત્યારે જેનધમી વીર રાજાઓ સનાતનધમી રાજાઓને મહાતકર્તા થઈ પડવાથી પુરાણ આદિ વેદાંતિક ગ્રંથાએ નંદવંશી વીર રાજાઓની શુદ્ધ રાજવીઓ તરીકેના શબ્દોમાં નોંધ લીધી છે, તે ખરેખર દિલગીર થવા જેવું છે. આ બધાના ઊંડાણમાં ઉતરતાં સમજાય છે કે મહારાજા નંદે નબળા ક્ષત્રિય રાજ્યોને જીતી એક