Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મહારાજા ચંદ્રગુપ્તનાં નંદકુમારી સાથે લગ્ન
૧૯૯
કાંતિવાન અને મજબૂત બાંધાના વીર યુવાન રાજવી હતા. સમ્રાટ પદ ભાગવવા અથે કાઇ શ્રાપિત ઇંદ્રાદિક દેવનુ મનુષ્યજન્મનું જીવન પૂરું કરવા માટે સ્વર્ગથી આવવાનું ન થયુ હાય એવી તેની પ્રભાવશાળી કાંતિ ઢેખાતી હતી.
મહારાજા નંદનાં રાજ્યકુટુંબને પણ મહારાજા ચંદ્રગુપ્તને જોતાં જ આવા પ્રભાવશાળી રાજવી સાથે રાજ્યકુટુંબના સંબંધ બંધાય તા વધુ સારું એમ સમજાયું. રાજ્યદુહિતા દુટાનાં વિકસિત નેત્રાએ મહારાજા ચંદ્રગુપ્તને જોતાં જ પ્રણયના ગૂઢ તનમનાટ અનુભવ્યેા. મહારાજા ચંદ્રગુપ્તના હૃદયમાં પણ રાયદુહિતા પ્રતિ ન સમજાય એવી અકથ્ય લાગણી ઉભરાઇ, અને બન્ને હૃદા પરસ્પર મિલન માટે આતુર બન્યાં. ચકાર પંડિત ચાણાકયે બન્ને બાજુનાં નેત્ર-સંચલન તેમજ હાવભાવ ઉપરથી તરત જ જાણી લીધુ કે મહારાજા ચંદ્રગુપ્ત અને રાજ્યદુહિતા દુર્ઘટા બન્ને પરસ્પર એક-બીજાને ચાહે છે અને અન્ને લગ્નગ્રંથીથી જોડાવા ઝંખી રહ્યાં છે.
ચાણાકચની સૂચનાનુસાર મહારાજા ન ંદને આદરસત્કારપૂર્વક રથમાંથી ઉતારી સેનાધિ પતિએ વિનયયુક્ત વાણીથી કહ્યું કે—“ અમારા મહારાજા આપનું અને સમસ્ત રાજ્ય કુટુ અનુ બહુમાન સાચવવા આપને રાજ્યકુટુંબ સહિત તંબુમાં પધારવા આમંત્રણ કરે છે.” એટલે રથની આગલી બેઠક પરથી રાજ્યકુમારી અને મહારાજા નંદ નીચે ઉતર્યાં. પાછળની બેઠકે ઉપરથી બન્ને રાણીએ રથના આગલા ભાગમાં આવી સહીસલામત નીચે ઉતરી. રાજ્યકુમારી દુર્ઘટા ઊર્ફે ધારિણી મહારાજા ચંદ્રગુપ્તના પ્રથમ દર્શોને જ મુગ્ધ બની ગઈ હતી તેથી તેણીના હૃદયમાં અનેક જાતના તર્ક-વિતર્કની પરંપરા ઉદ્ભવતી અને અદૃશ્ય થઈ જતી. પરિણામે તે એટલી ખધી વિચારમગ્ન બની ગઈ હતી કે રથના આગલા ભાગમાંથી ઉતરવાને બદલે પડખેની બારીમાંથી રથના ચક્ર પર પગ દઇ ઉતરવા ગઈ. રાજ્ય ખજાનાના ખીચાખીચ ભારથી રાજ્યરથ ગજા ઉપરાંત ભરાયેલ હાવાથી તે એટલેા બધેા વજનદાર બની ગયા હતા કે તેના ચક્રની ધરીએ કયા સમયે તૂટશે તેની સારથીને પશુ પ્રત્યેક પળે શકા રહ્યા કરતી. ખારીએથી ચક્ર ઉપર પગ દઈ ઉતરવા જતી રાજકુમારી દુર્ઘટાને સુજ્ઞ સારથીએ રાકવા પ્રયત્ન કર્યા, · પરન્તુ જ્યાં “ ભાવીનુ વિધાન નિશ્ચિતપણે કાર્ય કરતુ હાય ત્યાં તેને ફેરવવાના બ્રહ્મા કે વિધાતા જેવી વિભૂતિઓ પણુ સમર્થ નથી ખનતી. અહિં' પણ તે જ પ્રમાણે બન્યું. મજબૂત બાંધાની ઉમરલાયક રાજ્યકુમારી ચક્રના આરા ઉપર પગ દઇ નીચે ઉતરતાં ચક્રના આરાઓ પર આખા શરીરનુ વજન આવી પડયું, જેના ચેાગે ચક્રની નખળી થયેલ ધરી તૂટવાની અણી ઉપર હતી તે જોસબંધ કડકડાટ સાથે તરત જ તૂટી ગઈ અને ચક્રના આઠ આરાએ જુદા થઇ ગયા. રથ પણ રાજ્યકુમારીના શરીર ઉપર ઢળી પડવાની તૈયારીમાં હતા ત્યાં તેા રથની પરિસ્થિતિને સમજેલ સારથીએ ખૂબ જ સમયસૂચકતા વાપરી ધરીના તૂટવાની સાથે જ રાજ્યકુમારીને ફૂલના દડાની જેમ આબાદ ઝીલી લઇ અકસ્માતમાંથી બચાવી લીધી.
""