Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૮૬
સમ્રાટ્ સંપ્રતિ પંડિત ચાણક્યનું ઓચિંતું આગમન થતાં હમેશાં હસમુખી, આનંદી અને સંતોષી સ્ત્રીને અશુપાત કરતાં નીહાળી તેનું આગ્રહપૂર્વક કારણ પૂછ્યું. સુજ્ઞ, પતિવ્રતા અને દક્ષ સ્ત્રીએ માત્ર ટૂંક શબ્દોમાં જ પંડિત ચાણક્યને એટલું જ જણાવ્યું કે “હે સ્વામીનાથ ! આપ આપના ભાગ્યોદયને માટે કાં પુરુષાથી બનતા નથી? આપની જન્મકુંડલી અનુસાર આપના પિતાશ્રીના કહેલા ભવિષ્ય પ્રમાણે આ૫ ભારતવર્ષના સમર્થ વૈભવશાળી સત્તાધીશ અમાત્યપદને શોભાવનાર થવાના છે, છતાં પુરુષાર્થને બાજુએ મૂકી દઈ માત્ર બેસી રહેવાથી આપણું ભાવી શું ઘરખણે કદાપિ કાળે સહાય કરશે ખરું કે? આપ જેવા શાસ્ત્રપારગત અને વિદ્વાને માટે રાજ્યાશ્રય જ હોઈ શકે, માટે તે સ્વામીનાથ! મારી આપને નમ્રતાભરી અરજ છે કે આપ મહારાજા મહાપદ્મના દરબારે જઈ, આપની વિદ્વત્તાને તેને પરિચય આપી, રાજ્યાશ્રય પ્રાપ્ત કરો.”
સુજ્ઞ વાચક, સંસારચક્રમાં ભાગ્ય પરિસ્થિતિનું નાવ સદાકાળ સરખું રહેતું જ નથી. ચઢતી અને પડતી, ભરતી અને એટ અથવા તે ઉદય અને અસ્ત એ સાથે જ પરિણમેલાં હોય છે. કર્મોનુસાર જે સમયે મુઠીભર ચણ ખાઈ દિવસ નિર્ગમન કરવાને સમય આવી લાગ્યું હોય ત્યારે તે મુજબ વતી કુટુંબમાં સંતોષ અને સંપૂર્વક રહેવું જોઈએ. તેવી જ રીતે એશઆરામભરી શ્રીમંતાઈમાં ફુલાઈ ન જતાં દુ:ખીઓના આશ્રયદાતા બનવાપર્વક મનુષ્ય જન્મની સાર્થકતા કરતા શીખવું જોઈએ. સંતોષ અને સુજ્ઞપણે ચાલવાથી ગરીબાઈભર્યા સંસારમાં પણ કેવું સંતોષી જીવન ગાળી શકાય છે તેને આદર્શ
મલે પંડિત ચાણકયની ગૃહિણી પરો પાડે છે. તેનું અનુકરણ જે કરવામાં આવે તો જરૂર ગરીબાઈમાં પણ શ્રીમંતાઈ જેટલું જ સુખ અનુભવી શકાય.
પંડિત ચાણકયે પિતાની પત્નીના શબ્દોને માર્ગદર્શક ગણી અન્ય સ્થળે ન જતાં પિતાનું ભાગ્ય અજમાવવા તે સીધે ત્યાંથી નીકળી પાટલિપુત્ર નગરે નંદરાજાના દરબારમાં ગયા.
આપણે પ્રકરણ ચોદમામાં જોઈ ગયા તે પ્રમાણે મહારાજા નંદને શુભાશિષ દઈ પોતાના ભાગ્યમાં લખેલ મહાન અમાત્યપદ મેળવવાની ઈચ્છાએ પંડિત ચાણકયે નંદના રાજ્યમહેલમાં પ્રવેશ કર્યો.
- જે આ સમયે પંડિત ચાણક્યનું અપમાન ન થયું હોત અને રાજ્યાશ્રય મળે હોત તે સુવર્ણ અને સુગંધની જેમ એકત્રિત થએલ બને સમર્થ વ્યક્તિઓના હાથે ભારતને ઇતિહાસ નંદવંશ માટે એવો તો ગેરવશાળી લખાત કે જે વાંચતા જગતને જરૂર ગેરવતા પ્રાપ્ત થાત, પરંતુ જ્યાં “નામ તેને નાશ” થવા જ લખાએલ હોય ત્યાં મહારાજા નંદના દરબારમાં પંડિત ચાણક્ય જેવાને આશ્રય કયાંથી મળે?
અપમાનિત પંડિત ચાણાક્ય પાટલિપુત્રથી નીકળી, સીધા હિમાલય પર્વતની તળેટીને પ્રદેશમાં જઈ પરિવ્રાજક કહેતાં નજીમીના વેષમાં પિતાને મદદગાર નીવડે તેવા ઉત્તરસાધક પાત્રની શોધ શરૂ કરી.
૦૦૦૦૦
૦૦૦