Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૧૭ મું.
પંડિત ચાણક્ય પરિસ્થિતિને લાભ લે છે.
"भाग्यं फलति सर्वत्र, न च. विद्या न च पौरुषं ॥" મૌર્યવંશી રાજ્યપુત્ર ચંદ્રગઢ બાર વર્ષને થતાં સુધી પંડિત ચાણકયની ઈચ્છાનુસાર તેને વીર રાજપુત્રને છાજે તેવું શિક્ષણ મળ્યું. રાજ્યપુત્ર પંડિત ચાણકય ઉપર પોતાના કુટુંબી કરતાં પણ અધિક પ્રેમ ધરાવતો હતો અને તેની સંપૂર્ણ આજ્ઞામાં રહેતો. આ જ પ્રમાણે પંડિત ચાણક્ય ઊર્ફે વિષ્ણુદત્ત તેને પિતાના જીવથી પણ અધિક રીતે સંભાળ અને તેને શિક્ષિત, સંસ્કારી, વિનયી તેમજ દયાળુ બનાવવા ઉપરાંત તેને રાજ્યનીતિનું ઉચ્ચ શિક્ષણ આપવા સાથે સંસ્કૃત, માગધી અને પાલી ભાષામાં અત્યંત પ્રવીણ બનાવ્યા. આ ઉપરાન્ત દરેક જાતનાં શસ્ત્રો, અશ્વવિદ્યા, હસ્તિપાલન વિદ્યા આદિ ૭૨ પ્રકારની કળાઓ શીખવી પંડિત ચાણકયે તેને પોતાનો આદર્શ શિષ્ય બનાવ્યું.
આ પ્રમાણે લગભગ પંદર સોળ વર્ષ સુધીની વયમાં પણ રાજ્યકુમાર ચંદ્રને એવો તે વીર, નિડર અને સંસ્કારી બનાવ્યો કે જેના ગે તેને ૨૦ વર્ષના વિદ્યાથી જેટલું જ્ઞાન ટૂંક સમયમાં પંડિત ચાણકય જેવા બાહોશ અર્થશાસ્ત્રી દ્વારા પ્રાપ્ત થયું.
બાદ વફાદાર, વીર, બહાદુર યુવક સૈન્યની નાની સરખી ટુકડી સાથે વીર પુત્ર ચંદ્રગુપ્તને તેને સેનાધિપતિ બનાવી ત્યાંથી પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું. આ સમયે પશ્ચિમેત્તર પ્રદેશમાં જબરજસ્ત અંધાધુંધી વ્યાપી હતી, કારણ કે પશ્ચિમોત્તર પ્રદેશના વિજેતા શાહ સીકંદરના ઈરાન જવા બાદ રાજ્યખટપટને અંગે શાહ સીકંદરના આધીન એક ક્ષત્રિય રાજવીના હાથે પંજાબ પ્રદેશના વીરકેશરી નરેશ પરસનું ખન થયું હતું.
શાહ સીકંદરના સ્વામીત્વને પશ્ચિમોત્તર પ્રદેશના દરેક રાજવીઓ ધિક્કારતા હતા, પરંતુ આ બળવાન સત્તા સામે ઝઝુમવાની કેઈની હિંમત હતી નહિ. તેઓને વીર પુરુષની આગેવાનીની જરૂરિયાત હતી. પંજાબ જેવો વીર પ્રાંત સીકંદર જેવા પરદેશીના તાબામાં રહે તે પંજાબની બહાદુર શીખ કોમને પણ સાલતું હતું. વળી સીકંદરની પરદેશી રાજ્યનીતિ