Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
ભારતની વીર પ્રજાનું ભયંકર બલિદાન
૧૮૧ છત્ર તળે કરવામાં સાહસ દાખવ્યું હતું, કારણ તેને યુનાની આક્રમણની ગુપ્તચરો મારફતે માહિતી મળી હતી કે જે યુનાની પ્રજા ભારતને અખૂટ દ્રવ્યવાન અને સંસ્કારી જાણ જીતવા ગુમ તૈયારીઓ કરતું હતું. આ રાજ્યશેત્રંજની રમતની માહિતી મગધ સામ્રાજ્ય અન્ય રાજ્યને આપી શકે તેમ હતું નહિ અને અન્ય નાનાં નાનાં રાષ્ટ્રોને આની ગતિ સમજાઈ નહિ, પણ જ્યારે શાહ સીકંદર દ્વારા ભારતની પશ્ચિમની પ્રજાને પરતન્ન થયાની માહિતી તેમને પડી ત્યારે તેમને મહારાજા મહાપની શેત્રંજની રાજ્ય રમતની સમજ પડી અને તેમાં સંતેષ દાખવ્યું.
સુજ્ઞ વાચક! પરંતુ જ્યાં ભાગ્યવિધાતા જ નંદવંશના વિનાશ માટે પ્રેરાએલ હોય અને “નામ તેને નાશ” એ કહેવત પ્રમાણે મોડા યા વહેલા નંદવંશને નાશ થવાનું લખાયું હોય, જેમાં કાંઈક સબળ કારણ મળવું જોઈએ તે જ માફક મહારાજા મહાપદ્મના હાથે પંડિત ચાણક્ય જેવા ત્રિદંડી ભેગીનું અપમાન થયું જેના બદલામાં મગધની પ્રભાવશાળી રાજ્યગાદી તત્પશ્ચાતનાં તેર વર્ષોમાં ક્ષત્રિય લિચ્છવી વંશના માર્ય કુળમાં જન્મેલ ચંદ્રગુપ્તના હાથમાં ગઈ, જેનું રસિક વૃત્તાંત હવે પછીના પ્રકરણમાં જણાવવામાં આવશે.
--