Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૫ મું.
મહારાજા મહાનંદ ઊર્ફે નંદ ત્રીજે. ઈ. સ. પૂર્વે ૪૧૭ થી ૩૮૦, વીર નિર્વાણ સંવત ૧૧૦ થી ૧૪૭: વર્ષ ૩૭.
શ્રી યશોભદ્રસૂરિજીનું ૨૮ મું વર્ષ ચાલુ શ્રી યશોભદ્રસુરિશ્રીનાં (૫૦ માંથી ૨૮ બાદ જતાં) ૨૨ વર્ષ શ્રી શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી
૧૪ વર્ષ શ્રી સ્થૂલભદ્રજીની દીક્ષાસમય
૧ વર્ષ (વીરનિર્વાણ ૧)
૩૭ આ મહારાજા પિતાની ૨૦-૨૨ વર્ષની ભર યુવાવસ્થાએ રાજ્યગાદી પર આવેલ સમજાય છે. આ રાજા તીક્ષણ બુદ્ધિશાળી, ઠરેલ સ્વભાવનો અને રાજ્યવહીવટમાં ખૂબ સંભાળી પગલું ભરનારો તેમજ રાજ્યાધિકારીઓ સાથે સંપૂર્ણપણે હળીમળી રહેલ અને પ્રીતિપાત્ર થએલ હતું. આ મહારાજાએ પિતાના પૂર્વજ રાજાઓના પગલે ચાલી વીરતા અને કુનેહથી કામ લીધું હતું.
આ રાજવીના રાજ્યામલ દરમિયાનમાં પંજાબની સરહદે તેફાન થતાં તેને ત્યાં જાતે જઈ બળ દાબી દેવાને પ્રસંગ પ્રાપ્ત થયે. પંજાબના બળવાની શાન્તિ બાદ તેણે તક્ષશિલાની વિદ્યાપીઠને સંપૂર્ણ રીતે સહાયતા આપી. મગધમાં માગધી, પાણી અને સંસ્કૃત
ભાષાને લિપિબદ્ધ કરી તેના દ્વારા એક પ્રાંતથી બીજા પ્રાન્તમાં એપીઆઓ મારફતે રાજ્યખરીતાઓ એકલી દૂર દૂરના પ્રાંતને રાજ્યવહીવટ ખરતાઓ મારફત ચલાવવાનું કાર્ય સૌથી પ્રથમ ચાલુ કર્યું હતું.
આ મહારાજાના સમયમાં “કાકવંશના અમાત્ય કુટુંબનો શકવાલ નામે બુદ્ધિશાલી અમાત્ય હતું. તે અમાત્ય જૈન ધર્મને પાળનાર હતું અને તેનું આખું કુટુંબ જેના