Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૬૨
સમ્રાટ્ સ...પ્રતિ
પછી સ્થૂલભદ્રને ગુરુએ ઉપાલંભ આપ્યા અને માકીનાં ચાર પૂર્વ ભણાવવાની ના પાડી. આ હકીકત શ્રી સંઘને કાને આવી. જ્ઞાન અપૂર્ણ રહે તે શ્રી સ ંઘને ચેાગ્ય ન જણાયું એટલે તેમણે ભદ્રખાહુસ્વામીને બાકીનાં ચાર પૂર્વ ભણાવવાની 'આગ્રહપૂર્વક વિનંતિ કરી ત્યારે છેવટે ભગ્નખાડુસ્વામીએ બાકીનાં ચાર પૂર્વી મૂળ માત્ર ( અ` વિના) આપવાનું સ્વીકાર્યું. સ્થૂલભદ્રને ચાર પૂર્વી ( અર્થ રહિત ) શીખવ્યા બાદ તે અન્ય સાધુઓને શીખવાડવાની શ્રી ભદ્રબાહુસ્વામીએ તેમને મનાઇ કરી અને પરિણામે ચાર પૂર્વેની વાચના બંધ થઈ. સંઘે આ કાળે અગીઆર અંગ સૂત્રને ગ્રંથારૂઢ કર્યાં તે અગીઆર મુખ્ય સૂત્રાનાં નામ નીચે મુજબ છેઃ—
(૧) આચારાંગસૂત્ર.
(૨) સૂયગડાંગસૂત્ર.
(૩) ઠાણાંગસૂત્ર.
(૪) સમવાયાંગસૂત્ર,
(૫) વિવાહપન્નતિસૂત્ર (ભગવતી) (૬) જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર.
(૭) ઉપાસકદસાંગસૂત્ર.
(૮) અંતગડદસાંગસૂત્ર. (૯) અનુત્તરાવવાઇસૂત્ર.
(૧૦) પ્રશ્નવ્યાકરણુસૂત્ર. (૧૧) વિપાકસૂત્ર.
આ ઉપરાકત અગીઆર અંગ સુત્રાની ગાથાઓની મૂળ સંખ્યા ૩૫,૬પ૯ છે. તેના ઉપર ટીકા ૭૩,૫૪૪ ગાથાની રચાઈ, ૨૨,૭૦૦ શ્લાકની ચણી રચાઈ, ૭૦૦ શ્લાકની નિયુÎક્તિ રચાઇ છે–આ પ્રમાણે કુલ ૧૩૨૬૦૩ શ્લાકમાં આ અગીઆર અંગે ટીકા, ચણી અને નિયુકિત સાથે રચાયાં. આ અગીઆર અંગ પૈકી નવ અંગની ટીકાઓની રચના શ્રી અભયદેવસૂરિજીએ રચી છે, જેના ઉપરથી શ્રી અભયદેવસૂરિજીનું નામ જૈન સ ંઘે “ નવાંગી વૃત્તિકાર ” સ્થાપ્યું અને તેએ પણ તે નામે પ્રસિદ્ધિ પામ્યા.
આ પ્રમાણે પાટલિપુત્રની વાચનાને વિસ્તારપૂર્વક જણાવવાનુ કારણ એટલું જ છે કે મગધની રાજ્યગાદી ઉપર આ સમર્થ જૈન આચાર્ય દેવાના સહવાસમાં આવેલ મગધની પ્રજા અને મગધનું નંદવંશી રાયકુ ટુંબ જૈન હતુ, જેના ચેાગે આ વાચનામાં દુર્ભિક્ષના સમયમાં પણ કેઈપણ જાતની ખલેલ પાંચી નથી. માત્ર ભયંકર ખાર વર્ષીય દુષ્કાળે પેાતાના વિકાળ પંજાથી મગધની પરિસ્થિતિ છિન્નભિન્ન કરવામાં કચાશ ન રાખી.
પ્રસ્તુત પાટલિપુત્રની વાચના પૂર્ણ થયા પછી શ્રુતકેવળની ભદ્રખાહુસ્વામી લગભગ દશ વર્ષ સુધી જીવંત રહ્યા હતા, બાદ આત્મકલ્યાણ સાધી વીરનિર્વાણુ ૧૭૦ વર્ષ સમાધિપૂર્ણાંક સ્વસ્થ થયા.
***