Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
નવમા ન મહારાજા મહાપદ્મ
૧૭૧
44
નામ કાળા અશાક ” અથવા તે “ મીજા પરશુરામ ” તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આ પ્રમાણે આ મહારાજાએ પેાતાના રાજ્યામલના લગભગ ૩૦ વર્ષ મગધ સામ્રાજ્યના વિસ્તાર વધારવામાં ગાળ્યા. .
તેણે કાશ્મીર અને પંજાબની તક્ષશિલા સિવાયના ઉત્તર અને પૂર્વ હિંદના ઘણા ભાગા મગધની આજ્ઞામાં લાવી, એકચક્રી રાજ્ય કરવા જેવી સ્થિતિ કરી, મગધ સામ્રાજ્યની પ્રમળ સત્તા ચારે દિશાએ જમાવી,
આ મહારાજાએ કલિંગ અને આંધ્ર પ્રાન્તા જે મગધથી સ્વતંત્ર થઈ ગયા હતા તેને તાબે કરવા હિલચાલ ઉપાડી, પરન્તુ આંધ્રપતિ મહારાજા શ્રીમુખ, કે જે તેમના કુટુખી જ થતા હતા તે કલિંગ દેશના રાજાના સહાયક બન્યા હતા, તેથી કલિંગ અથવા આન્ધ્ર ઉપર ચઢાઇ લઇ જવામાં બન્ને મિત્રરાજ્યાના એકત્ર થવાથી ભયંકર યુદ્ધ લડવું પડે તેમાં લાભને બદલે હાનિ મેળવવાના જોખમમાં ઉતરવા માટે સાહસ ખેડવાની તેને સલાહ ન મળી. અને તેણે પણ તે માન્ય રાખી અને કૌટુ ંબિક આંતરિક કલેશ ઉત્પન્ન કરવાનુ જોખમ માંડી વાળ્યું. કદાચ આ સમયે યુદ્ધ થયુ હાત તેા આંધ્ર સાથે સંબંધ ધરાવતી મગધની પ્રજા અને રાજ્યકુટુબીએના એક જ લેાહીમાં કારવ અને પાંડવા જેવુ ભયંકર યુદ્ધ ફાટી નીકળત અને ઇતિહાસ રક્તભીના અક્ષરોએ લખાત. વળી ભારતભૂમિ કેાઇ ત્રીજી જ રાજ્યસત્તાના હાથમાં જવાના દુર્ઘટ પ્રસંગ પણું આવી પડત; કારણ કે આ કાળે ભારતના પશ્ચિમાત્તર વિભાગમાં સિંધ પ્રદેશની પેલી માજી ગ્રીસ શહેનશાહ ભારત ઉપર ચઢાઈ કરવાની ભયંકર તૈયારીઓ કરી રહ્યો હતા. તેની મહત્ત્વાકાંક્ષા સિંધથી લગાવી હિમાલય સુધીના પ્રદેશેા સર કરવાની હતી. પરન્તુ તેનું ધાર્યું કરવામાં માત્ર મગધ સામ્રાજ્યના સમર્થ ને પ્રતાપી મહારાજા મહાપદ્મને વીરતાભર્યાં જીસ્સા અને તેની લશ્કરી વ્યૂહરચના આડે આવતી હતી.
મગધ સામ્રાજ્યને પણ શાહ સીકંદરના સમાચારો મળી ગયા હતા. દુશ્માને જવાબ દેવા તેણે મગધ, આંધ્ર અને કલિંગ દેશેામાંથી લડાયક હસ્તિખળ સુંદર રીતે એકત્રિત કરવા માંડયું હતું. મગધ અને કલિગ પ્રદેશેા હસ્તિની ઉત્પત્તિ માટે કેન્દ્રસ્થાન તરિકે ગણાતા હતા અને લડાઇ પ્રસંગે જે રાજાના પક્ષમાં હસ્તિ અને અશ્વમળ અધિક રહેતુ તે રાજાઓના વિજય થતા.
ઐતિહાસિક ક્ષેત્રમાં સૂક્ષ્મતાથી સૃષ્ટિપાત કરતાં જણાય છે કે, મગધ સામ્રાજ્ય પાસે આ કાળે સે’કડાની સંખ્યામાં લડાયક હાથીઓ તૈયાર હતા. તેવી જ રીતે ૨૦,૦૦૦ ખરામર છે અશ્વસૈન્ય હાવા સાથે લગભગ ૨૦,૦૦૦૦ પાયદળ તૈયાર હતું. આ મહારાજાએ સિધસેાવિર સુધીના ક્ષત્રિય રાજાઓને કાણુમાં રાખવા તલવારના ખળે કામ લીધુ હતુ, જેનાં અ ંગે તે તેમાં ફાવ્યા હતા અને ક્ષત્રિય રાજાઓને પણ આ વીર પુરુષના પુરુષાર્થને કારણે તેના રાજ્યાદેશના સ્વીકાર કરવા પડ્યો હતા.