Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મહારાજા બહદર્ય ને સુદેવ અથવા નંદ ૭ સાતમો તથા આઠમો ઉપરોક્ત કથા ઉપરથી સિદ્ધ થાય છે કે ચંદ્રગુપ્તને ઉજજેનીના રાજા તરીકે આ કથાકારે વર્ણવી આ કથાની વાસ્તવિકતાની સૂચના કરી છે. ભદ્રબાહુના દક્ષિણ દેશમાં જવા સંબંધી અને ચંદ્રગુપ્ત ઉજજૈનીના રાજા હવા સંબંધી જે સ્પષ્ટ વાત ઉપરોક્ત કથામાં છે તે ઉપરથી સમજાય છે કે તે ભદ્રબાહુ, શ્રુતકેવળી ભદ્રબાહુથી અન્ય હતા અને ચંદ્રગુપ્ત પણ પાટલિપુત્રના મૈર્યવંશી ચંદ્રગુપ્તથી ભિન્ન હતો. પાર્શ્વનાથ વસ્તીમાં લગભગ શક સંવત પર૨ના આસપાસમાં લખાયેલ એક શિલાલેખ મળી આવ્યો છે, જેમાં ભદ્રબાહુની સૂચનાથી સંઘને દક્ષિણમાં જવાનો ઉલ્લેખ છે. ઉપરોક્ત લેખ ઉપરથી એ વાત સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે જેમની દુભિક્ષ સંબંધી ભવિષ્યવાણુથી જૈનસંઘ દક્ષિણ દિશામાં ગયે હતા તે ભદ્રબાહ શ્રુતકેવળી નહી પરંતુ શ્રુતકેવળીની શિષ્ય પરંપરાએ થયેલ અન્ય ભદ્રબાહ હતા કે જેઓ નિમિત્તવેત્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ શિલાલેખને અમુક ભાગ નીચે પ્રમાણે છે –
" महावीरसवितरि परिनिर्वृते भगवत्परमर्षिगौतमगणधरसाक्षाच्छिष्यलोहार्य-जम्बुविष्णुदेवापराजित-गोवर्द्धन-भद्रबाहु-विशाख-प्रोष्ठिल-कृत्तिकाय-जयनाम-सिद्धार्थ-धृतिषणबुद्धिलादि-गुरु-परम्परीणाक्क्र(क)माभ्यागतमहापुरुषसंततिसमवद्योतितान्वय-भद्रबाहुस्वामिना उज्जयन्यामष्टांगमहानिमित्ततत्वज्ञन त्रैकाल्यदर्शिना निमित्तेन द्वादशसंवत्सरकालवैषम्यमुपलभ्य कथिते सर्वसंघ उत्तरापथाद्दक्षिणापथं प्रास्थितः।" ભદ્રબાહુચરિત્રને નિમ્નલિખિત પાઠ પણ જુઓ–
અવંતીવિડન્નાથ, વિનિતાવિયા विवेकविनयानेक-धनधान्यादिसंपदा
| ૬ | अभादुञ्जयिनी नाम्ना, पुरी प्राकारवेष्टिता। श्रीजिनागारसागार-मुनिसद्धर्ममंडिता चंद्रावदातसत्कीर्तिश्चंद्रवन्मोदकर्त(कुन्न)णाम् । चंद्रगुप्तिर्नृपस्तत्राऽचकच्चारुगुणोदयः"
-भट्टारक रत्नानंदिकृत भद्रबाहुचरित्र २ परिच्छेद । અમે આશા રાખીએ છીએ કે-આ સજજડ પુરા વાંચી ખાતરી થશે કેમર્યવંશની સ્થાપના વિ. નિ ૧૫૫માં નહિ પણ ૨૧૦ માં થઈ હતી. પરિશિષ્ટ પર્વમાં પણ તે હકીકતને નીચે પ્રમાણે ટેકે મળે છે. જુઓ નિમ્નલિખિત ક–
ईतश्च तस्मिन् दुष्काले कराले कालरात्रिवत् । निर्वाहार्थ साधुसंघस्तीरं निरनिधेर्ययौ । –
–
૨૨