Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૧૩ મું
ભારતની વીર પ્રજાનું ભયંકર બલિદાન. જેલમ નદીના વિશાળ પટદ્વારા પ્રસ્થાન કરતાં ૨,૦૦૦ લશ્કરી જહાજની મધ્યમાં શાહ સીકંદરનું જહાજ બાદશાહી ઠાઠથી ચાલી રહ્યું હતું. આ સમયે પંજાબની પાંચ નદીઓના મધ્યતે દક્ષિણ અને બીજા પ્રાન્તોમાં શિલઈ (શિવી), અગલાસોઈ, મલેઈ (માલવ), આકિસડાઈ ( તક્ષક) આદિ જાતિઓ નિવાસ કરતી હતી. તેઓનાં નાનાં નાનાં રાજ્યોને પ્રજાસત્તાક રાજ્યોની ઉપમા અપાતી હતી. આ રાજ્યની શક્તિ ભારતના અન્ય રાજ્ય કરતાં અધિક હતી. - અગલાસોઈ રાજ્ય પાસે ૪૦,૦૦૦ પાયદળ અને ૩,૦૦૦ અશ્વસેન્ય હતું. આ જ પ્રમાણે અન્ય રાજ્ય પાસે પણ શૂરવીર, શક્તિશાળી વીર સૈન્ય હતું. આ વીર રાજ્ય એકયતાપૂર્વક શાહ સીકંદરને સામનો કરવા માગતા હતા, પરંતુ શાહ સીકંદરે પોતાના બુદ્ધિબળે તેમને એકત્ર થવા ન દીધા, અને તેઓ એકત્ર થાય ત્યારે પૂર્વે બે રાજ્યોને યુક્તિપૂર્વક જીતી લીધાં. પરિણામે અગલાઈ પ્રજાસત્તાક રાજ્યના ૨,૦૦,૦૦ નરનારી અને બાળકોએ યવન રાજ્યની સરદારી નીચે પરતંત્ર બનવા કરતાં સ્વબલિદાન સર્વશ્રેષ્ઠ ગણી એકી સાથે ભયંકર અગ્નિપ્રકેપ કરી કીર્તિવંત બલિદાન દીધું.
આ સમયનું વર્ણન કરતાં ઈતિહાસકારે જણાવે છે કે આ ૨,૦૦,૦૦ના સામુદાયિક અગલાઈની વીર પ્રજામાંથી એક પણ બાળક જીવતું સીકંદરના હાથમાં આવ્યું નહિ કે જેને કેદી તરીકે પકડી અથવા તે તેના ઉપર રાજ્ય કરી તેને પરતંત્ર બનાવવા શાહ સમર્થ થાય.
બીજી બાજુ માલવ અને તક્ષક પ્રજા પણ એકત્ર થઈ ન શકી. સબબ તેમાં સંયુક્ત સૈન્યની સરદારીના સંબંધમાં આંતરિક મતભેદ ઊભે થયે. પરિણામે શાહ સીકંદરની સામે