Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૪૨
સમ્રાટ્ સંપ્રતિ
સ્થૂલભદ્રને અનેલ બનાવના ખબર વારાંગના કાશ્યાગૃહે પહોંચાડવામાં આવ્યા અને રાજ્યમુદ્રિકા સ્વીકારવા રાજ્યનું આમંત્રણ માકલ્યું. તે સમયે અમાત્યપુત્ર કાશ્યા સાથે સેાનારૂપાના હિંચકે હિંચકતા હતા.
પિતાના મૃત્યુ સ ંબંધી વૃત્તાન્ત સાંભળીને સ્થૂલભદ્રને અમાત્યમુદ્રિકા પર અને પ્રપંચી રાજ્યકારભાર ૫૨ તિરસ્કાર આળ્યે. રાજ્યદરબારમાં આવો વિચાર કરવા સમય માગ્યેા. બાદ અશેાકવન તળે જઇ વિચાર કરતાં તેમના પૂર્વસંસ્કારે જોર કર્યું અને સંસારની અસારતા સમજાઇ. કાસ્યા વેશ્યા સાથે બંધાયેલ સાડાખાર વર્ષની એકધારી પ્રીતિ ઘડીના છઠ્ઠા ભાગમાં તાડી નાખી અને તરતજ પંચમુટ્ટી કેશના લેાચ કર્યાં. રત્નકબલના તંતુઓથી રોહરણુ ( આઘા ) બનાવી લીધા. પછી રાજસભામાં જઈ “ મેં આ આલેચ્યું” એમ કહી, સાધુ ખની રાજાને ધર્મલાભ આપ્યા. પછી સંસારરૂપી હસ્તીને વિદ્યારવામાં સિંહ સમાન મહાસત્ત્વશાલી એવા સ્થૂળભદ્ર મુનિ ગુફામાંથી જેમ કેસરીસિ‘હુ નીકળે એમ રાજ્યસભામાંથી બહાર નીકળ્યા. સ્થૂલભદ્રે ત્યાંથી નીકળી ઉપવનમાં જઈ ત્યાં બિરાજતા સભૂતિવિજય નામના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. આ સમયે તેની ત્રીસ વર્ષની ભરયુવાન અવસ્થા હતી. આ સ્થૂલભદ્ર મુનિએ વીરનિર્વાણુ ૧૬૦ મા વર્ષે પાટલીપુત્રની વાચનામાં દશ પૂર્વધર તરીકે અગ્ર સ્થાન લઇ યુગપ્રધાન તરીકે અપૂર્વ સેવા બજાવી. તેમણે ૪૫ વર્ષ સુધી પ્રભુ મહાવીરની સાતમી પાર્ટને દીપાવી દેવલાકપણું પ્રાપ્ત કર્યું હતું. તેમના વિસ્તૃત વૃત્તાન્ત માટે સ્થૂલભદ્રચરિત્ર વાંચવા અમારી ખાસ ભલામણ છે.
સ્થૂલભદ્રના સંસારત્યાગ બાદ નંદરાજાએ ગીરવતાપૂર્ણાંક અતીવ આગ્રહથી શ્રીયકને અમાત્યમુદ્રિકા અર્પણુ કરી. થાડા દિવસેા બાદ પંડિત વરરુચિના કાવત્રાની માહિતી સમ્રાટને મળી. વરરુચિને પકડવા ચારે દિશાએ સૈનિકે છૂટ્યાં, પરંતુ ઇર્ષ્યાખાર વરરુચિ વિપ્ર કાઇના હાથમાં આવે ત્યાર પહેલાં તે આ ફાની દુનિયાના ત્યાગ કરી ચાલ્યા ગયા. કહેવાય છે કે જંગલમાં વાઘે તેને ફાડી મારી નાખ્યા.