Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૫૪
સમ્રાટ્ સંપ્રતિ આ બાજુ બન્યું એવું કે ચિપક્ષીએ સોનાના જવ ખાધા હોવાથી તેનું પેટ ભારે થઈ ગયું ને તે ઊડી શક્યો નહિ એટલે પાસેના મકાનના છાપરા પર જઈ બેઠો. એવામાં કોઈએક કઠીયારાએ આવી પિતાના શિર પર રહેલ કાછનો ભારે જોરથી ભૂમિ પર નાંખ્યો અને તેના અવાજથી ભયભીત બનેલા ક્રાંચપક્ષીએ ખાધેલ જવ વિષ્ટાદ્વારા બહાર કાઢ્યા. આ દશ્ય જોઈ સોનીને અત્યંત આશ્ચર્ય થવા સાથે ખેદ પણ થયો. પોતાના દુષ્કૃત્ય બદલ તેને મહાન પશ્ચાત્તાપ થયે અને તરત જ સંસારનો ત્યાગ કરી તેણે દીક્ષા લીધી. બાદ કર્મની આલોચના કરતાં કર્મો ખપાવી તેણે પણ ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી. - આ હકીકતને લગતે હાથીગુફાને શિલાલેખ નીચે પ્રમાણે છે –
..........માધાન = વિધુરું માં ન તો થી સુનીસ [ 0 ] પથતિ [૫] नंदराजनीतं च कालिंगजिनं संनिवेशं.........गह-रतनान पडीहारे ही अंग मागध વતું નેતિ [1]
આ શિલાલેખ ઉલ્લેખ સમર્થ ઈતિહાસવેત્તાઓએ ઈ. સ. ૧૯૧૮ માં માન્ય રાખેલ છે. . થોમસ, મેજર કી, જનરલ કનિંગહામ, વિન્સેન્ટ સ્મીથ અને બિહારના ગવર્નર સર એડવર્ડ સાહેબ આદિ પાશ્ચાત્ય પુરાતત્ત્વજ્ઞોએ તથા ભારતીય ઇતિહાસ શ્રીમાન કાશીપ્રસાદ જાયસ્વાલ, મી. રખયાલદાસ, બેનરજી, શ્રીયુત્ ભગવાનદાસ ઇંદરજી, તથા પુરાતત્વવિશારદ શ્રીમાન્ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ વગેરેએ આ શિલાલેખનું બારીકાઈથી પૃથક્કરણ કરી, ઈ. સ. ૧૯૧૮ માં સિદ્ધ કર્યું છે કે આ શિલાલેખ કલિંગપતિ મહામેઘવાહન ચક્રવત્તી મહારાજા ખારવેલના સમયમાં–ખૂદ એમના વિદ્યમાનપણામાં લખાયેલ છે.
આ પ્રાચીન શિલાલેખના અંગે આ વિદ્વાનોએ ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય શિલાલેખમાં આ શિલાલેખ ઉચ્ચ કેટિને, ગીરવતાભર્યો, પ્રભાવશાળી અને પ્રથમ પંક્તિનો છે. મહારાજા ખારવેલ જૈનધર્મોપાસક હોવા છતાં સર્વ ધર્મ ઉપર સમાન દષ્ટિએ જેનાર હતા. આ ઉપરાન્ત તેઓ જૈનધર્મના પ્રખર પ્રચારક પણ હતા.
મહારાજા ખારવેલે પોતાના રાજ્યામલ દરમિયાન વીરનિર્વાણ ૩૬૦ થી ૩૭૦ ના ગાળામાં કુમારી પર્વત ઉપર વૈરાટ સભા ભરી, સમર્થ જૈનાચાર્યો અને જૈન સંઘને આમંત્રિત કરી એકત્રિત કર્યા હતા. તેમજ અનેક ધાર્મિક પ્રવૃત્તિનાં કાર્યો કરવા સાથે ચેસઠ અધ્યાયવાળા “સપ્તતિ” નામના આગમ ગ્રંથને આ સમયે ફરીથી લખાવ્યો હતો. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આંધ્ર પ્રાંતના હાથીગુફાવાળા શિલાલેખે મૂર્તિપૂજાની પ્રાચીનતા સાબિત કરનારા અને મહારાજા સંપ્રતિની પૂર્વે લખાએલ હતા. આ આગમ ગ્રંથની રચના અંગે ઈતિહાસવેત્તા મુનિશ્રી ગુણસુંદરજી “મૂર્તિપૂજાની પ્રાચીનતા” વાળા ગ્રંથમાં ટેકો આપે છે.
ઈ. સ. ૧૮૨૦ માં મિ. એન્જીન કે જેઓ ક્રિશ્ચિયન ધર્મના પાદરી તરીકે ધર્મો