Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મહારાજા નંદ પાટલિપુત્રને સુવર્ણથી ભરપૂર બનાવે છે
૧૪૯ દુષ્કાળ પડવાના, પ્રજાની સ્થિતિ કફ્રેડી થવાની એવી ભયંકર આગાહી પ્રભુ મહાવીરે ભાખી હતી. સવા લાખ રૂપીયાના ખર્ચથી એક હાંડલી પ્રમાણ ખોરાક તૈયાર થશે કે જેમાંથી માત્ર એક જ કુટુંબ પિતાને નિર્વાહ કરવા સમર્થ થશે. આવા ભયંકર દુકાળને અંગે આત્મહત્યા કરવા તૈયાર થયેલ ભારતના કોટ્યાધીશ ગણાતા શ્રીમંતવર્ગને આત્મ-હત્યામાંથી બચાવનાર પણ ત્રિકાળજ્ઞાની જૈન મુનિઓ જ થશે. તેઓ પોતાના જ્ઞાનના બળે બીજે જ દિવસે ધાન્યને સુકાળ થશે તેમ જણાવશે અને તે જ પ્રમાણે બનશે, જેનું વૃત્તાંત પ્રસંગોપાત જણાવવામાં આવશે.
પ્રભુ મહાવીરના મુખદ્વારા પાંચમા આરાને લગતી ભવિષ્યવાણી સાંભળીને આ પરિસ્થિતિને સમજનાર મહારાજા શ્રેણિક તથા કુમાર અભયકુમારે ભારતમાંથી ખેંચાઈ જતાં તે જંતુરીના કાચા જથ્થાને સંગ્રહ્યા એટલું જ નહિ પણ તેના ઉપર પ્રતિબંધ મૂક્યો, અને રાજ્ય ટંકશાળદ્વારા નાના મોટા સિક્કાઓને બંદોબસ્ત કર્યો, જેથી આજે પણ શ્રીમંત યા તે ગરીબવર્ગ પિતપોતાની શક્તિ અનુસાર ખરીદીના બદલામાં સિકકે આપી પિતાનું ગુજરાન ચલાવી શકે છે.
મહારાજા નંદિવર્ધને ટંકશાળોમાંથી પાડેલ સિક્કાઓમાંથી નવાણું કરોડની સુવર્ણ – મહોરો પાટલીપુત્ર નગરના ભરબજારમાં પાંચ મિનારાઓ બનાવી તેમાં ભંડારી (પૂરી) પિતાની કીર્તિ અમર કરી, જેના અંગે “ વિવિધ તીર્થકલ્પ "ના કર્તા શ્રીજિનપ્રભસૂરિજી “પાટલિપુત્રનગરકલ્પ ”માં નીચે પ્રમાણે જણાવે છે.
“ નંદ રાજાનું નવ્વાણું કરડ દ્રવ્ય પણ પાટલિપુત્રના પાંચ સૂપ (મીનારાઓ)માં હતું, જ્યાં ધનની ઈચ્છાથી શ્રી લક્ષણાવતીનો સૂરત્રાણ રાજા તે સ્તૂપને ખોદતે પિતાના સૈન્યથી જ મરાય છે.” આ હકીક્તને અંગે તેઓ નીચે પ્રમાણે સંસ્કૃતગાં રજૂ કરે છે:--
तत्रैव च विद्यन्तेऽन्तर्निहितनन्दसत्कनवनवतिकोटयः पञ्चस्तूपाः, येषु धनधनायया श्रीलक्षणावतीसुरत्राणस्तास्तानुपाक्रमतोपक्रमास्ते च तत्सैन्योपप्लवायैवाकल्यन्त ॥४७॥
સુજ્ઞ વાચક, મગધની રાજ્યધાની પાટલિપુત્રની સ્થાપનાને લગતે સવિસ્તર હેવાલ અમો બીજા ખંડના અંતિમ ભાગમાં મૂળ સંસ્કૃત ગદ્ય ને તેના ગુજરાતી અવતરણું સાથે . આપીગયા છીએ જે વાંચવાથી નંદવંશ અને શિશુનાગવંશના સમયમાં મગધની જાહોજલાલી, કેટલી હતી તેની ખાત્રી થશે. આ “પાટલિપુત્રક૯૫” વિક્રમ સંવત ૧૩૮૯ માં રચાએલ છે.
ત્યારપૂર્વે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજશ્રીએ વીરસંવત્ ૧૧૭૪ ની સાલમાં અણહિલપુર પાટણમાં સિદ્ધરાજ જયદેવના રાજ્ય દરબારમાં ૧૯ કલેકપ્રમાણ મહારાજા સંપ્રતિ સુધીની મૈર્યવંશની કથા નિશીથ ભાષ્યના પાઠને સાક્ષીભૂત રાખી રચેલ છે, જેમાં પણ પાટલિપુત્રને લગતે હેવાલ આવે છે.
આ રાજ્યકથા ઊર્ફે મર્યવંશને સંક્ષિપ્ત ઇતિહાસ અમે આ ખંડમાં રજૂ કરીએ છીએ, જે વાંચવાથી આ ઐતિહાસિક ગ્રંથની સચોટ પ્રમાણિકતાની જગતને ખાત્રી થશે.