Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૪૪
સમ્રા સંપ્રતિ તેનું લગ્ન થઈ શક્યું ન હતું. અનેક માગાંઓ આવવા છતાં સ્થૂલભદ્ર તેનો સ્વીકાર કર્યો ન હતો. બાદ લઘુપુત્ર શ્રીયક, જે આ સમયે લગભગ સત્તાવીસ વર્ષની અવસ્થાએ પહોંચેલ હતા તેનાં લગ્ન કરવાનો નિરધાર કરી મંત્રીશ્વર શકડાલે તેના લગ્નોત્સવને લગતી તૈયારી કરવા માંડી. જે સમયે આ લગ્ન લેવાયાં તે સમયે અમાત્યપુત્ર શ્રીયક મહાનંદ રાજાના બેંડીગાર્ડ સેન્ય(અંગરક્ષક)ના મુખ્યાધિકારીની પદવીએ પહોંચ્યા હતા.
રાજભક્ત, વફાદાર, અમાત્ય કુટુંબને મગધની ગાદી સાથે અમાત્ય તરીકે ઉત્તરોત્તર પેઢી દર પેઢીથી સંબંધ ચાલ્યો આવતો હોવાથી રાજ્યકારભાર અને વ્યવસ્થામાં જેટલી અમાત્યકુટુંબને માહીતિ હતી તેટલી માહીતિ ખુદ રાજ્યકુટુંબને પણ ન હતી. રાજ્યસિંહાસને બિરાજતા રાજવીઓનું રક્ષણ અને પાલન આ જૈન અમાત્યકુટુંબે પિતાના પુત્રવત કર્યું હતું. . કાચા કાનના રાજવીઓ તરફથી અમાત્યકુટુંબની રાજ્યભક્તિની અને વફાદારીની કપરી કસોટી અનેક સમયે થઈ હતી છતાં પ્રમાણિકતા, વફાદારી અને એકનિષ્ઠ રાજ્યભક્તિની અચળ નીતિએ આ અમાત્યકુટુંબનું રક્ષણ કર્યું હતું.
શ્રીયકનાં લગ્ન નિમિત્તે શકહાલે મહારાજા નંદને નિત્ય રિવાજ પ્રમાણે આમંત્રણ આપ્યું. શસ્ત્રાગારનાં શસ્ત્રો જે ઘણા સમયથી સાફ નહાતાં કર્યા તેને સાફ કરવાનું કાર્ય પણ અમાત્યે અન્ય ચીજોની સાફસુફીની સાથે લુહારોને રોકી શરૂ કર્યું. જોતજોતામાં અમાત્યને શસ્ત્રાગારને શwભંડાર ચકચકિત થઈ ખણખણાટ કરવા લાગ્યા.
લગ્નદિવસ નજદિક આવ્યા. એક બાજુએ લગ્નની તૈયારીઓ થવા લાગી ત્યારે બીજી બાજુએ પંડિત વરચિએ પિતાના વેરને બદલે લેવા આ તકને લાભ લેવા નક્કી કર્યું. તેણે સમ્રાટ સાથે એકાન્ત મુલાકાત લઈ સમ્રાટના કાન ભંભેર્યો કે: “મહારાજ, આપના શિરછેદનું ભયંકર કાવત્રુ અમાત્ય શાકડાલ રચી રહ્યા છે, તે લગ્નનાં આમંત્રણ નિમિત્તે આપને ત્યાં બોલાવી તે સ્થળે જ આપનું કાસળ કાઢવાનું ઠરાવ્યું છે. જે આપને મારા કથનની ખાત્રી કરવી હોય તો આપના ગુપ્તચરોને અમાત્યને ત્યાં મોકલી તપાસ કરાવે.”
કાચા કાનના રાજવીએ સત્યાસત્યની ગવેષણા કર્યા વગર અમાત્યના મહેલના ખૂણેખૂણાની તપાસ કરાવી. ગુપ્તચરે તપાસ કરી શસ્ત્રાગારમાં તૈયાર થતાં શસ્ત્રોની વાત સાચી છે એટલું જ નિશાસાપૂર્વક જણાવ્યું. બીજી બાજુએ અમાત્યજીએ આંગણે આવેલ લગ્ન ધામધુમથી કરી લીધાં–જો કે સમ્રાટે તે પ્રસંગે હાજરી આપી પણ બહુ જ સાવચેત રહીને.
આશા પાસા ને અગન જલ, શ્રીમંત ઠાકર અને કલાલ,
એટલા ને હેય આપણા, સ્ત્રી સર્પ અને સેનાર. ચકોર અમાત્ય પરિસ્થિતિ બરાબર પામી ગયે અને ક્રોધાન્વિત રાજવીના હાથે અવિચારીપણાથી વૃદ્ધ અવસ્થાએ કોઈપણ જાતની શિક્ષાને પાત્ર થવાય તેના કરતાં કીર્તિવંત મૃત્યુને પસંદ કરવાનું વિચારી લીધું.