Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૪ થુ.
નંદ બીજો ઊર્ફે મહાનદી
ઈ. સ. પૂર્વે ૪૩૫ થી ૪૧૭, વીરનિર્વાણ સંવત્ ૯૨ થી ૧૧૦; ૧૮ વર્ષી.
મહારાજા નદિવર્ધનની પછી તેના મહાનદી નામના પુત્રને મગધની રાજ્યગાદી મળી. આ મહારાજાએ ૧૮ વર્ષ સુધી સુંદર રીતે નિર્વિજ્ઞપણે શાન્તિથી રાજ્યગાદી ભાગવી.
મહારાજા મહાનદીએ જીતાએલા પ્રદેશાને સાચવવા અર્થે કુનેહભરી રાજ્યનીતિના અમલ કર્યો અને રાજ્યગાદી ઉપર આવતાં જ વીર રાજા તરીકે તેના દ્વાર જામ્યા હતા, એટલે તેમના રાજ્યકાળ દરમિયાન કોઇપણ સ્થળે આંતરિક ફ્લેશ અથવા તા ખંડ–મખેડા
થવા પામ્યા ન હતા.
આ મહારાજાના રાજ્યામલ દરમિયાનમાં પણુ નંદવવંશમાં કુળધર્મ તરીકે જૈનધમ પળાયા હતા, અને સાથેાસાથ રાષ્ટ્રધર્મ તરીકે પણ જૈનધર્મે સારી સુવાસ ફેલાવી હતી.
વીરનિર્વાણુ સંવત્ ૭૦ મા વર્ષે મારવાડની એશિયા નગરીમાં શ્રીમદ્ રત્નપ્રભસૂરીશ્વરજી મહારાજે ૧૪૪૪ ગાત્રના ક્ષત્રિય વંશીઓને પ્રતિમાષી જૈનધમી બનાવ્યા હતા, જેમાં મહારાજા નવિનના સંપૂર્ણ પણે સાથ હતા. તે ક્ષત્રિય વંશજો આજે “ઓશવાળ” નામથી પ્રસિદ્ધ છે અને તે હજી પણ જૈનધર્મી તરીકે ઓળખાવવામાં ગૈારવ લે છે. મહારાજા ન ંદિવર્ધનની માફક મહારાજા મહાનદી પણ જૈનધર્માનુરાગી અને ચુસ્ત જૈનધર્મી હતા.
ચરમકેવળી શ્રી જંબૂસ્વામી કેવળજ્ઞાની તરીકે મહારાજા નદિવર્ધનના રાજ્યામલ દરમિયાનમાં ચાર વર્ષ સુધી હૈયાત હતા. આ પ્રભાવશાળી મહાત્ વિભૂતિના ઉપદેશદ્વારા મહારાજા નદિવને જૈનધમી રાજા તરીકે ધાર્મિક કાર્યોમાં સારા સાથ આપ્યા હતા. મહારાજા નદિનના મૃત્યુ બાદ તેમના વંશજોએ પણ જૈનધર્મને સુંદર સાથ અને સહકાર આપ્યા હતા,