Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
નંદશની વ‘શાવલી
૧૩૩
નંદ રાજા આ પૃથ્વી ઉપર એકછત્ર ( ચક્રવત્તી ) રાજ્ય કરશે. કાઇ પણ તેની આજ્ઞા ઉદ્ભઘન કરશે નહિ. મહાપદ્મ અતુલ ધનના સ્વામી થશે અને ખીજા પરશુરામની પેઠે શત્રુઆના સંહાર કરી પૃથ્વીનું પાલન કરશે.
તે નંદ ( મહાનંદ) રાજાને સુમાલી આદિ આઠ પુત્રા થશે અને તે રાજાએ ૧૦૦ વર્ષ સુધી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. ”
આટલું પ્રાસ્તાવિક વિવેચન રજૂ કર્યા પછી જૈન શાસ્ત્રોક્ત ગ્રંથામાં સન્માન્ય રહે તે પ્રમાણે અમેા
શિશુનાગવ’શી
નામ
૧.
ન. દિવ ન
૨. મહાનદી
અને વેદાંતિક ગ્રંથાના આધારે બન્ને નંદવંશની પટ્ટાવલી ગાઠવીએ છીએ.
ઈ. સ. પૂર્વે
૪૬૭ થી ૪૩૫
૪૩૫ થી ૪૧૭
વીર નિર્વાણુ સંવત્
૩૨ વર્ષ
૧૮ વર્ષ
૬૦ થી ૨
૯૨ થી ૧૧૦
કુલ ૫૦ વર્ષ
આ બન્ને મહારાજાએએ શિશુનાગ વંશના નામે રાજ્ય ચલાવી, શિશુનાગ વશને માન આપી તે જ વંશના રાજાએ તિરકે રાજ્ય કર્યાનું સમજાય છે.
ત્યારપછી મહાનદી રાજાને ત્યાં મહાનંદના જન્મ થએલ છે કે જેણે નંદ વંશીય રાજા તરીકે મગધની રાજ્યગાદી ઉપર રાજ્ય કરેલ છે. મહાનઃ અને તેની પછીના રાજાએ “ ન'દવ'શી રાજા ” તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને તેઓએ ૧૦૦ વર્ષ સુધી રાજ્ય ચલાવ્યાનું સમાન્ય રહે છે.
આ પ્રમાણેની કાળગણનાની ગણત્રીમાં જૈન ગ્રંથકારા નંદવંશના ૧૫૦ વર્ષ જણાવે છે; જ્યારે સનાતન ગ્રંથકારો અને ઇતિહાસકારા નંદવંશના ૧૦૦ વર્ષોં જણાવે છે તે અન્ન આંક સ્વીકાર્ય છે. નંદિવર્ધન અને મહાનન્દી નામે પ્રથમ એ રાજાએના રાજ્યા મલનાં ૫૦ વર્ષની ગણત્રી નંદવંશીય હિસાબમાં લેવાથી ખને વચ્ચેના તફાવત દૂર થાય છે.
નીચેના સાત રાજાઓને પારાણિક ગ્રંથા “ નંદવંશી ” રાજા જણાવે છે ને તેમના અમલ સે। વર્ષ સુધીના મગધ પર હતા એમ જણાવે છે. તે હિસાબે પણ આપણી કાળગણના મળી રહે છે. પૈારાણિક ગણુના નીચે મુજબ છે-