Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૨૨ મું.
મહારાજા ઉડ્ડયન ઊર્ફે ઉઢ્ઢાયશ્વ અથવા ઉત્ક્રાઇ,
વીરનિર્વાણ ૩૨ થી ૬૦ સુધી, ઈ. સ. પૂર્વે ૪૫ થી ૪૬૭ સુધી :: ૨૮ વ.
મહારાજા અજાતશત્રુના સ્વર્ગવાસ પછી પેાતાની ૪૦ વર્ષની અવસ્થાએ મહારાજા ઉદાઇએ ચ’પાપુરીના સિ’હાસન પર બેસી રાજ્યઅમલ શરૂ કર્યાં, પરન્તુ આ મહારાજાને પણ પેાતાના પિતાની માફક ચંપાપુરીમાં ચેન પડ્યું નહિ. તેથી તેણે પણ રાજ્ય ઉપર આવતાં તરત જ નવાં શહેરની સ્થાપના માટે રાજકમ ચારીઓને આજ્ઞા કરી. આ આજ્ઞાનુસાર સારા નિમિત્તિઆઆને ઉત્તમ સ્થાનની શોધ માટે મેાકલવામાં આવ્યા, જે જોતાં જોતાં ગંગા અને સામ નદીના સંગમતટ પર આવ્યા. ત્યાં ગુલામી ફૂલેાથી ખીલેલ ગુલાબી રંગવાળુ “ પાટલી ( પુન્નાંગ ) વૃક્ષ ”ને જોઇ તેની શૈાભાથી આશ્ચર્ય પામેલ નિમિત્તિ ત્યાં થાડા સમય ઊભા રહ્યા ત્યાં તે તે સમયે તેમની નજર ડાળી પર બેઠેલાં ઊઘાડાં મુખવાળાં ચાષ નામના પક્ષીઓ પર પડી. “ ચાષ ” પક્ષીઓનાં ખુલ્લાં માંમાં કીડા આપમેળે આવી આવીને પડતા હતા. આ જોઇ નિમિત્તવેત્તા મનમાં વિચારવા લાગ્યા કે– · અહા ! જેમ આ ચાષ પક્ષીઓનાં માંમાં પેાતાની મેળે કીડા આવીને પડે છે તેમ આ સ્થાને જો નગર વસે તા રાજાને પણ પેાતાની મેળે લક્ષ્મી પ્રાપ્ત થાય. ’
(6
,,
તેઓએ એ વાત રાજાને જણાવી. રાજા પણ ઘણા ખુશી થયા. એવામાં એક વૃદ્ધ નિમિત્તિઓ ખેલ્યા કે—“ હે રાજાન્ ! આ પાટલાવૃક્ષ કઇ સામાન્ય નથી કારણ કે અગ્નિકાપુત્ર આચાય નામે એક મુનિની ખોપરીમાંથી તે ઉત્પન્ન થએલ છે. આ પાટલાવૃક્ષ પવૃિત્ર છે અને વિશેષમાં તેને મૂળ જીવ એકાવતારી હાવાથી ખીજે ભવે મેાક્ષમાં જનાર છે. ”
મહારાજાએ તેનું વૃત્તાંત તે જ્ઞાની નિમિત્તિઆને પૂછ્યું, જેના ત્તિમાએ પેાતાના જ્ઞાનના મળે આપ્યા. આ પ્રસંગને લગતા વૃત્તાંત
જવાબ તે નિમિવિવિધતીર્થંકલ્પ ”