Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૨૬
સમ્રા સંપ્રતિ અંગે કરવત મુકાવે છે. વળી ત્યાં એક વડ છે. તેના મુસલમાનોએ કકડે કકડા કરી નાખ્યા છતાં ફરીથી ઊગે છે.
જલજંતુઓવડે તેડાતી સૂરિની ખેપરી પાણીના તરંગોથી કિનારે આવી. આમતેમ આલટતી છીપની જેમ નદીના કોઈ પ્રદેશમાં વળગીને રહી. તે બેપરમાં કઈ વખતે પાટલાવૃક્ષનું બીજ પડયું. અનુક્રમે તે ખેપારીના ખપ્પરને દક્ષિણ તરફથી ભેદીને પાટલાવૃક્ષ ઊગ્યું અને મોટું થયું. તે આ પાટલાવૃક્ષના પ્રભાવથી અને ચાષ પક્ષીના નિમિત્તથી નગર વસાવો. શિયાળનો શબ્દ સંભળાય તેટલા સ્થાનમાં સૂત્ર વિંટાળે.” ત્યારે રાજાથી આદેશ કરાયેલા નિમિત્તીઆએ પાટલાવૃક્ષને પૂર્વથી પશ્ચિમ તરફ કરીને, ત્યાંથી ઉત્તર તરફ કરીને, ત્યાંથી પૂર્વ તરફ કરીને, અને ત્યાંથી દક્ષિણ તરફ કરીને શિયાળને શબ્દ સંભળાય ત્યાંસુધી જઈને સુત્ર વિંટાળ્યું આ પ્રમાણે ચાર ખૂણાવાળા નગરની સ્થાપના થઈ. તે નિશાની કરેલા પ્રદેશમાં રાજાએ નગર વસાવ્યું અને પાટલાવૃક્ષના નામથી તે પાટલિપુત્ર એ નામથી પ્રસિદ્ધ થયું. વળી ફેલેની બહળતાથી તેનું બીજું નામ કસુમપુર પણ હતું. તે નગરમાં રાજાએ નેમિનાથ ભગવાનનું દહેરાસર કરાવ્યું. હાથીશાળા, અશ્વશાળા, રથ શાળા, મંદિરે, હવેલીઓ, દરવાજા, દુકાને અને યજ્ઞશાલા તથા પિષધશાળાએ વડે સુંદર તે નગરમાં ઉદાયિ રાજાએ જૈનધર્મ અને રાજ્યને પાળ્યું.
સુજ્ઞ વાચક, આ કલ્પ વિક્રમ સંવત ૧૩૮૯માં પ્રાચીન ગ્રંથેના આધારે લખાએલ છે. આ ગ્રંથ લખાયાને લગભગ છ ઉપરાન્ત વર્ષ થઈ ગયા છે. આની પૂર્વે વીર નિર્વાણ ૮૦૦ના ગાળામાં નિશિથચણ નામે ગ્રંથ લખાએલ છે તેમાં મહારાજા સંપ્રતિ સુધીનો સવિસ્તર વૃત્તાંત આવે છે. તેવી જ રીતે ત્રીજા ખંડના અંતમાં વિક્રમ સંવત ૧૧૭૮ના ગાળામાં થએલ નવાંગી ટીકાકાર તઈપંચાનન શ્રી અભયદેવસૂરિશ્રીને “મૈર્યવંશને લગતે ઇતિહાસ”—આ ઐતિહાસિક ગ્રંથની પ્રમાણિક્તા માટે રજૂ કરીશું, જે વાંચવાથી ખાતરી થઈ શકશે કે જેને ગળે પણ ઈતિહાસો કરતાં વધુ પ્રમાણભૂત હકીકત પૂરી પાડે છે.