Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મહારાજા શ્રેણિક તથા અજાતશત્રુને પૂર્વભવ
૧૧૫ તત્કાલ તેણે નિદાન-“નિયાણું” કર્યું કે “હું આગામી ભવમાં તપના બળે રાજાને વધ કરનારે થાઉં.” તાપસે તપના લાભેને “નિદાન ”ના રૂપમાં ફેરવી નાખ્યા. જે આ તાપસે “નિયાણું” બાંધ્યા વગર સ્વર્ગવાસ કીધે હેત તે ઉચ્ચ વૈમાનિક દેવગતિને પામત એવી તેની ઉત્કૃષ્ટ તપશ્ચર્યા હતી, છતાં કર્મવશ પડેલ તાપસે “નિયાણું” કર્યું અને તપને અચિન્ય લાભ ગુમાવ્યા. બાદ તપશ્ચર્યા કરતાં કરતાં તેને સ્વર્ગવાસ થયો.
રાજા સુમંગલ મૃત્યુ પામીને મગધના સમ્રાટ શ્રેણિક તરીકે મારી સમક્ષ બેઠેલ રાજવી તમે છે, અને પુત્ર કુણિક તે પેલા તાપસ સેનકનો જીવ તમારે ત્યાં પુત્રપણે વેરને બદલે લેવા ઉત્પન્ન થયે છે; માટે પોતાના પૂર્વજન્મને સમજનાર હે રાજવી શ્રેણિક ! તારે તારા પુત્રના હાથે અંતિમ ઘડી સુધી અસહા કષ્ટ ભેગવવાં પડશે, અને તારે અંતકાળ તેના નિમિત્તે જ થશે. તારું મૃત્યુ એવા સંજોગોમાં થશે કે તને તે સમયે ઉચ્ચ કેટીનું ધર્મધ્યાન નહિ સૂઝે, અને તારા કર્મમાં લખેલી પ્રથમ નારકી તારે ભેગવવી જ પડશે.”
આ પ્રમાણે પ્રભુ મહાવીરના મુખથી પોતાના પૂર્વજન્મ સાથે પુત્ર કણિકનો સંબંધ જાણી મહારાજા શ્રેણિકે કારાગ્રહવાસના અસહ્ય કષ્ટો શાંતિપૂર્વક ભેગવ્યાં હતાં, જેમાં તેને અંત આપણે પૂર્વોક્ત પ્રકરણમાં વાંચ્યા પ્રમાણે દુઃખદ સ્થિતિએ થે.
મહારાજા શ્રેણિકના મૃત્યુ બાદ મહારાણ ચિલણાને અપૂર્વ વૈરાગ્ય પ્રાપ્ત થયે, એટલે તેમણે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. તેવી જ રીતે મહારાજશ્રીની પાછળ રહેલી રાણીઓએ તથા આત્મકલ્યાણ ઈચ્છનારા રાજ્યપુત્રએ તરત જ દીક્ષા લીધી. આ પ્રમાણે મહારાજા શ્રેણિકના રાજ્યકુટુંબમાં એક જ વર્ષમાં બનેલ ઉપરાઉપરી બનાવને અંગે કુણિકનું મગજ ભ્રમિત થયું અને પિતાનું જીવન હવે પશ્ચાત્તાપપૂર્વક વિતાવવું પડ્યું. તેને રાજ્યમહેલ અને રાજ્યધાનીનું શહેર રાજ્યગ્રહી ખાવા ધાતું હોય એવું લાગ્યું એટલે તેણે તરત જ નવું શહેર વસાવવાની આજ્ઞા આપી.
આ જ અરસામાં પ્રભુ મહાવીરનું પણ નિર્વાણ થયું, એટલે મહારાજા કુણિકે પિતાના ધર્મપિતા તરીકે પિતાને સદમાર્ગે દોરનાર મહાન અંતિમ વિભૂતિ પણ ગુમાવી કે જેઓ અવારનવાર રાજ્યકુમાર કણિકને સધ આપી પિતાના પિતાના મૃત્યુના કારણભૂત , તેના પૂર્વજન્મનાં કર્મો” જણાવી તેને શાંત્વન આપતા હતા.
આ પ્રમાણે પ્રભુ મહાવીરનું નિર્વાણ ઈ. પૂર્વે પર૭ માં થયું જેના અંતર્ગત બાર વર્ષ સુધી કુણિકે રાજ્યગાદી ભેગવી હતી, પરંતુ આ રાજ્યગાદી ભેગવવાનાં વર્ષો સૂત્રકારોએ અથવા તો ઇતિહાસકારોએ ન લેતાં મહારાજા શ્રેણિકના મૃત્યુ બાદ તેના રાજ્યાસનનાં વર્ષોની ગણત્રી લીધી છે. એટલે તેણે ૩ર વર્ષ સુધી રાજ્ય ભેગવ્યાનું જણાવ્યું છે, જેની સવિસ્તર હકીક્ત હવે પછીનાં પ્રકરણમાં જણાવવામાં આવશે.
મહારાજા શ્રેણિકે એતિહાસિક દૃષ્ટિએ ૪૨ વર્ષ રાજ્ય કર્યું, પરંતુ વાસ્તવિક રીતે તેમની આણુ મગધમાં ૫૨ વર્ષ ને છ માસ પર્યન્ત વર્તતી હતી.