Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મહારાજા ઉદયન ઊર્યું ઉદાય% અથવા ઉદાઈ
૧૧૭ નામના ગ્રંથમાં શ્રી “પાટલિપુત્રનગરકલ્પના અધ્યાયમાં તેના કર્તા શ્રી જિનપ્રભસૂરિજીએ વિસ્તારપૂર્વક આપેલ છે, જે વાંચવાથી ખાત્રી થશે. આ આખો કલ્પ લંબાણભર્યો ને મહત્ત્વતાવાળો હોવાના કારણે અમે એ તેમને પાટલિપુત્રને લગતે મહત્વતાભર્યો શેડો ભાગ હવે પછીના પ્રકરણમાં રજૂ કર્યો છે. તે કલ્પ સંપૂર્ણ વાંચી જતાં અન્ય ઐતિહાસિક તાત્વિક બાબતે પણ મળી આવે તેમ છે.
મહારાજા ઉદાઈની આજ્ઞા પ્રમાણે નિમિત્તિઓના દર્શાવ્યા પ્રમાણે બાર યોજન લાંબુ અને નવ જન પહેલું પાટલિપુત્ર નામે નગર વસાવવામાં આવ્યું, જે નગરનું બીજું નામ મનહર દેખાતાં ખીલેલાં કુસુમ પુષ્પોના કારણે કુસુમપુર પણ પડયું. આ નગરનું વર્ણન કરતાં ઇતિહાસકારે જણાવે છે કે તેના કિલાને ૫૭૦ મિનારાઓ તથા ચોસઠ દરવાજાઓ હતા અને કેટની બહાર ૩૦ ફૂટ ઊંડાઈની પહોળી ખાઈ એવી રીતે ખોદવામાં આવી હતી કે ગમે તે દુમન પણ તેને ઓળંગી ન શકે. આ પાટલિપુત્રમાં મહારાજા ઉદાઈએ એક ભવ્ય જિનમંદિર બનાવ્યું હતું ને તે હમેશાં ત્યાં પૂજા કરવા જતે. આ પ્રાચીન મંદિરમાંની કેટલીએક મૂર્તિઓ અત્યારે કલકત્તાના મ્યુઝીએમની ગેલેરીમાં જેવામાં આવે છે.
આ મંદિરમાંની અથવા તો અન્ય મંદિરોમાંથી પટના શહેરની નજદીકમાંથી બે અધિષ્ઠાયક યક્ષની પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે કે જે મૂર્તિઓ મહારાજા ઉદાઈના કાળની સમજાય છે. આ હકીક્તને ઇતિહાસવેત્તા જયસ્વાલજી પણ ટેકો આપે છે.
રાજ્યગાદીની સ્થાપના બાદ આ મહારાજાએ સૌરાષ્ટ્રની યાત્રા કર્યાનું નિવેદન મળી આવે છે. યાત્રા કરી આવ્યા બાદ તેણે પશ્ચિમ પ્રદેશ પર્યન્ત કરેલ પર્યટનના આધારે ત્યાં સુધી પાકી સરહદ મજબૂત કરવા અને પિતાએ જ્યાંથી જીત મેળવવાનું કાર્ય અધૂરું રાખ્યું હતું ત્યાંથી આગળ જીત મેળવવાનું કાર્ય તેણે હાથમાં લીધું અને દક્ષિણ પ્રાંતના અનેક વિભાગો તેણે સર કર્યા. આ સમયે રાજ્ય વધારવાની રાક્ષસી મહત્વાકાંક્ષાએ રાજા અજાતશત્રુની માફક રાજા ઉદાઈ પણ ઘણા રાજાઓને અપ્રિય થઈ પડયો હતે. પરિણામે , તેનું અપમૃત્યુ એક પદભ્રષ્ટ રાજકુમારના હાથે વેષધારી મુનિના લેબાશમાં વીરનિર્વાણના ૬ મા વર્ષે જ્યારે તે પિષધશાળામાં પિષધ કરતો હતો તે દિવસે રાતના થયું હતું. તેના અંગેનો અહેવાલ પરિશિષ્ટ પર્વમાં મળી આવે છે જે નીચે મુજબ છે –
ધર્મને બધકર્તા ન થાય તે પ્રમાણે ક્ષાત્રતેજને પ્રસરાવતા ઉદાયી રાજાએ બધા રાજાઓને સામ, દામ, દંડ અને ભેદ એ ચાર પ્રકારની રાજનીતિથી પિતાના સેવકો બનાવ્યા હતા. તે બધા રાજાઓ પણ જ્યાં સુધી ઉદાઈ રાજા જીવે છે ત્યાં સુધી આપણને રાજ્યસુખ નથી એમ માની તેની આજ્ઞાને માન્ય રાખતા હતા.
અન્યથા એક રાજાને કાંઈક અપરાધ થતાં ઉદાઈ રાજાએ તેનું રાજ્ય છીનવી લીધું.