Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૨૧ મું.
મહારાજા શ્રેણિક તથા અજાતશત્રુના પૂર્વભવ.
મહારાજા શ્રેણિકને તેમની ૮૦ વર્ષની વૃદ્ધાવસ્થાએ કારાગૃહવાસનાં ૧૨ વર્ષો ભાગવવાં પડ્યાં. તેએએ આ જન્મમાં કુણિકનુ કંઇ પણ એવું અહિત નહેાતું કર્યું કે જેના પિરણામે તેમને ખાર વર્ષના લાં ગાળા દુઃખદ સ્થિતિએ જેલમાં ભાગવી, મૃત્યુ પણ આત્મહત્યાપે કરવું પડે.
પૂર્વજન્મના કર્માનુસંધાને માનનાર સનાતન, વેદ અને જૈન ધર્મ આ જન્મમાં ભાગવાતાં શુભાશુભ કર્મોને પૂર્વજન્મા સાથે સબંધ ધરાવનારાં માને છે. મહારાજા શ્રેણિકના અંગે પણ તે જ પ્રમાણે બન્યું છે, જેમાં મહારાજાના પૂર્વ ભવના વૈરી તાપસે પોતાના વેરના બદલા બીજા જન્મમાં પુત્ર કુણિક તરીકે જન્મી, ‘મિત્રશત્રુ ’ તરિકે લીધેા. મહારાજા શ્રેણિકનુ પૂર્વજન્મનું વૃત્તાંત નીચે મુજખ છે.
એક સમયે પ્રભુ મહાવીરને મહારાજા શ્રેણિકે પેાતાના પૂર્વજન્મ સંબંધી પ્રશ્ન કર્યાં, કારણ કે પુત્ર કુણિક તેમને અવારનવાર હેરાન કરતા હતા; એટલું જ નહિ પરંતુ કોઈ કાઇ વાર સામે પણ થતા હતા. સર્વજ્ઞ પ્રભુ મહાવીરે શ્રેણિકને પેાતાના કેવળજ્ઞાનના ખળે તેના પૂર્વજન્મ નીચે મુજબ કહી સંભળાવ્યેાઃ—
66
“ પૂર્વે વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા અને પટરાણી અમરસુંદરીથી સુમ'ગલ નામના પાટવીકુંવરના જન્મ થયા હતા. આ રાજપુત્ર ખાલ્યાવસ્થામાં સમવયસ્ક મંત્રીપુત્ર સૈનક સાથે હંમેશાં ક્રીડા–રમત કરતા.
આ મંત્રીપુત્ર સૈનક શરીરે ખુધા અને વામન અવતાર જેવા હતા. તેનાં સવે અગાપાંગ અપ્રમાણિત અને અવ્યવસ્થિત હતા. કેશ પીળા, આંખેા માંજરી, નાક ઘુવડ જેવુ ચપટુ, આઇ ઉંટાળા ઘાટ જેવા લાંબા, અપ્રિય કઠે તથા દરદંડવાળુ મુખ, ઉંદરની જેમ નાનાં કર્ણ, પેટ મેાટુ, કાળના જેવા ટૂંકા ઉરુ અને સાથળ, વક્ર જ ધા અને સુપડા
૧૫