Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૦૬
સમ્રા સંપ્રતિ વિનતિ કરી કેઃ “હે પ્રભુ! આપ આયુષ્યને ક્ષણવાર ટકાવો. એટલે એ ભસ્મ ગ્રહ ઉપશાન્ત થઈ જશે, અને પછી કઈને બાધા-પીડા કરશે નહિ.” પ્રભુએ ઉત્તર આપે કેઃ “હે શક્રેન્દ્ર! ક્ષણ માત્ર પણ આયુષ્ય વધારવાને કઈ પણ સમર્થ નથી, છતાં તીર્થનાં પ્રેમથી મોહિત થઈ તમે આયુષ્ય વધારવાનું કહે છે તે બનવાનું જ નથી. આગામી દુઃષમ કાળની પ્રવૃત્તિથી જ તીર્થને બાધા થવાની છે તેમાં ભવિતવ્યતાને અનુસરી આ ભસ્મગ્રહનો પણ ઉદય થયા છે.”
આ સમયે પ્રભુએ બે ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. પછી આસો વદ ૦)) ની પાછલી રાત્રિએ સ્વાતિ નક્ષત્રને વેગ આવ્યો હતે તે સમયે પ્રભુએ પંચાવન અધ્યયન પુણ્યફળ વિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપફળ વિપાક સંબંધી કહા. બાદ ૩૬ અધ્યયનવાળું પ્રશ્નવ્યાકરણ કે જેમાં છેલ્લું પ્રધાન નામે અધ્યયન છે તે કહેવા લાગ્યા ને તે કહેતાં કહેતાં પ્રભુ નિર્વાણપદ પામ્યા. આ કથન સદેહવિાષધિ નામની તાડપત્ર પર લખેલી પ્રાચીન ક૯પસૂત્રની ટીકામાં છે.
આ સમયે પદ્માસને બેઠેલા પ્રભુએ બાદરકાગમાં રહી, બાદરમનેયેગ અને વચનચાગને રૂંધ્યા. પછી વાણું તથા મનના સૂક્ષ્મ ભેગોને પણ રોક્યા. એવી રીતે સૂક્ષમ ક્રિયાવાળું શુકલધ્યાન આ સમયે તેમણે પ્રાપ્ત કરેલું. બાદ તેમણે સૂફમકાને રેપ કરેલે. આ સર્વે ક્રિયાને ઉછેદ કર્યા પછી સમુચ્છિન્ન ક્રિયા નામના શુકલધ્યાનને પ્રભુએ ધારણ કર્યું હતું. પછી પાંચ હસ્વાક્ષરને ઉચ્ચાર કરીએ તેટલા કાળમાં અવ્યભિચારી એવા શુકલધ્યાનના ચેથા પાયાવડે એરંડના બીજની જેમ કર્મબંધનથી રહિત થએલ પ્રભુ યથાસ્વભાવ જુગતિવડે ઊર્ધ્વગમન કરી મોક્ષે ગયા.
આ સમયે ભાવદીપકનો ઉચ્છેદ થવાથી પ્રભુ મહાવીરના ભક્ત સેવે રાજાઓએ દ્રવ્ય ઉદ્યોત એટલે કે દીવા કર્યા. ત્યારથી લેકેમાં “દિવાળી” પર્વ પ્રવર્યું તે અદ્યાપિ પર્યત વિદ્યમાન છે, અને સમસ્ત ભારત આ દીપાવલીના પર્વને અતિ ઉત્સાહથી ઉજવે છે.
સનાતનધર્મપાલક ભારતવર્ષે આ દીપોત્સવી ઉજવવામાં ઉત્સાહથી સાથ આપે. આ ઉપરથી આ કાળે જેન અને સનાતન પ્રજાની કેટલી ઐકયતા હશે તે સમજી શકાય છે.
સનાતનધર્મપાલક પંડિત બ્રાહ્મણ ભાષ્યોને આ કાળે જૈનધર્મ પ્રત્યે પ્રભુ મહાવીરના સિદ્ધાંતને અંગે અપૂર્વ પ્રેમ લાગ્યું હતું. આ પ્રમાણે વિરનિર્વાણ ઈ. સ. પૂવે પર૭માં થયું. તે દિવસથી વીરનિર્વાણ સંવની શરૂઆત થઈ.