Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૧૭ મું.
શ્રેણિકને સ્વર્ગવાસ, સુજ્ઞ વાચક, પૂર્વભવના સિદ્ધાંતને માનનાર જૈન અને સનાતન ધર્મ આજે ભારતવર્ષને બધાએ પિતાના સિદ્ધાંતમાં માનતું કરી મૂક્યો છે. મનુષ્યને તરવા માટે અર્થાત જન્મમરણના ફેરાઓ ટાળી અક્ષય–મોક્ષપદની પ્રાપ્તિ અર્થે રાશી લક્ષ છવાનીના અસંખ્ય અસહ્ય દુઃખેમાંથી અને મળ-મૂત્રના ખાબોચીયામાંથી બચવા અનેક જન્મના પ્રબળ પુણ્યોદયે મનુષ્યજન્મની પ્રાપ્તિ થાય છે.
આ મનુષ્યજન્મ પામતા પૂર્વે આ જીવ અનતી વાર નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન સુધી પહોંચી દેવતાઈ સુખ, સાહ્યબી અને વૈભવ ભેળવી આવ્યો છે. તેવી જ રીતે નરકાદિકના અત્યંત દુસહ દુઃખો સહન કરવા પછી મનુષ્યજન્મ પામ્યો છે. તેમાં જે ભવિતવ્યના ચેગે ફરીથી આ જીવ મેહાંધપણામાં લુબ્ધ થઈ પિતાનું ઈષ્ટ કર્તવ્ય ભૂલ્યા તે પાછું તેને તે જ ગતિમાં પરિભ્રમણ કરવાનું રહે છે.
આ પરિસ્થિતિને સારી રીતે સમજનાર હળુકમ, સંસ્કારી આત્માઓ અનંતા જન્મમાં ઊંચ કેટીના સંસ્કારો દ્વારા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ પરંતુ સ્વ–સાધ્યને સાધી, ઊંચ કેટીનું સાધુજીવન પ્રાપ્ત કરી, ભવભીરુ બની આત્મકલ્યાણ સાધી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે.
મોક્ષપદની પ્રાપ્તિ માટે મનુષ્યગતિ સિવાય અન્ય કોઈ સાધન નથી અને તેવા કારણથી જ સાચા ભવભીરુ આત્માઓ દેવગતિ કરતાં મનુષ્યગતિને સર્વથા પસંદ કરે છે.
આ જન્મમાં જેને આપણે માત્ર ત્રણ વધારી, પર્વતની ગુફાઓમાં રહેનારગીઓ