Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૨
સમ્રાટું પ્રતિ થવાની રાક્ષસી મહત્ત્વાકાંક્ષાએ તેની અધિરાઈ વધારી મૂકી અને તેણે અનેક રાજ્યાધિકારીઓને ફેડી, તેને પિતાના પક્ષમાં ભેળવી, મહારાજા શ્રેણિકને રાજયકેદી બનાવી પિતે રાજ્યવહીવટ ચલાવવા લાગ્યા. મહારાજા કેણિકે બંદીખાનામાં નાખેલ વૃદ્ધ પિતાને પૂર્વજન્મના વેરના પરિણામે હેરાન કરવામાં જરાએ કચાશ રાખી નહિ, છતાં મહારાજા શ્રેણિકે ઘણી જ ધીરજથી અને શાંતિપૂર્વક પિતાને થતી હેરાનગતિ ભોગવી લીધી. મહારાણી ચિલણ મહારાજાશ્રીને નિત્ય મળવા જતાં. તેઓ મહારાજાશ્રીને અલ્પાહાર પહોંચાડતાં. આ પ્રમાણે નિત્યક્રમ ચાલુ રહે.
એક સમયે મહારાજા કેણિકના પુત્ર ઉદાયને પિતાના કાકા હa, વિહતને વેરે રહેલ રાજ્યહસ્તી માટે હઠ પકડી, ને મહારાણી પદ્માવતીએ મહારાજા કેણિકને ચઢાવ્યા, એટલે તે જ દિવસે આ મદાંધ મહારાજાએ હલ્લ અને વિજ્ઞની પાસે હસ્તીની તથા દેવી કુંડળની માગણી કરી. આ સમજુ રાજ્યકુમારેએ “અમે આપને આવતી કાલે પહોંચાડીશું” કહી મગધને ત્યાગ કરી પોતાના માતામહ મહારાજા ચેટકને ત્યાં ચાલ્યા ગયા. મહારાજા ચેટકે તેમને આદરસત્કાર કર્યો.
બીજે જ દિવસે કેણિક મહારાજાને હલ્લ, વિહલ ચેટક મહારાજાને ત્યાં વૈશાલી નગર ચાલ્યા ગયાના સમાચાર મળ્યા તેથી તેણે તરત જ વૈશાલીપતિને હલ્લ, વિહલ્લ તથા તેની પાસે રહેલ સેચનક હસ્તી અને દેવી કુંડળે સુપ્રત કરવાને જણાવ્યું, અથવા તે રણક્ષેત્રે યુદ્ધ કરવાનું આહ્વાન કર્યું. મહારાજા ચેટકે પિતાના શરણે આવેલા હલ, વિહલને સેંપવાને ખુલ્લા શબ્દમાં ઈન્કાર કર્યો એટલે તત્કાળ ચેટકરાજા પર ચઢાઈ કરવાને કેણિક રાજાએ જય ભંભા વગડાવી. ભંભાનાદ સાંભળી કેણિકના સૈનિકો સજજ થયા, જેમાં મહારાજા શ્રેણિકના અન્ય દશ રાજ્યકુમારોએ સાથ આપે કે જેઓ બળવાન અને પુરુષાથી ગણાતા હતા. લશ્કર સામગ્રી ઘણું જ મોટા પ્રમાણમાં તૈયાર કરી, કેણિકે વૈશાલી નગર પર ચઢાઈ કરી. બીજી બાજુએ વૈશાલીપતિ ચેટકે પણ અપરિમિત સિન્યથી તેને સામને કર્યો, જેમાં મુગટબંધ ૧૮ રાજાઓએ સાથ આપે છે. દરેક રાજાઓનાં ગજેન્દ્રો, અશ્વો, રથ અને પાયદળ સેનાએ રણક્ષેત્ર ગજાવી મૂક્યું. રણમેદાનમાં સૈન્યરચના સાગરબ્યુહ સમી દેખાવા લાગી.
રાજા કેણિકના સિન્યનાયક કાળકુમારે લડાઈની શરૂઆત કરી. સવારે સવાર, રથીએ રથી અને પતિએ પત્તિ સાથે યુદ્ધ શરૂ થયું. ભાલાઓનાં ઘાથી ઢળી પડતાં ઘડાઓ વડે પૃથ્વી, પર્વત અને શિલાવાળી હોય એવી દેખાવા લાગી. રુધિરની વહેતી નદીઓથી જળ, મનુષ્ય અને જંગલો રુધિરમય દેખાવા લાગ્યાં. ખગોથી કપાઈને ઉછળતા શુરવીરોના કરકમળો લઈ માંસભક્ષી પક્ષીઓ કર્ણના આભૂષણેથી કૌતુક કરતા દેખાયા. સુભટેની ખધારાથી જુદા પડતાં મસ્તકે હુંકારાવડે પિતાના ધડને લડવાની આજ્ઞા ન કરતા હોય તે પ્રમાણે જણાતું. આ પ્રમાણે વૈશાલીનાં રણક્ષેત્રે ભયંકર યુદ્ધ ચાલ્યું. એક સમયે મહારાજા ચેટકના હાથમાં કેણિક કુમાર આવી ચડ્યો, ત્યારે તેમણે તેના ઉપર બાણ ચલાવવા નિશાન તાકયું, પણ તે બાણ નિષ્ફળ ગયું.