Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમ્રા સંપ્રતિ પ્રભુ મહાવીરના સમાગમના કારણે મહારાજા શ્રેણિક અને રાજ્યકુટુંબ જેન ધર્મથી એટલા સુધી ઓતપ્રેત થયું હતું કે મહારાજા શ્રેણિક સુદ્ધાં સમકિતધારી પરમાત્ શ્રાવક બન્યા હતા એટલું જ નહિ પરંતુ ઉત્કૃષ્ટ ભાવનાયેગે તેઓ તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરવા ભાગ્યશાલી થયા હતા કે જેઓ ઉત્સર્પિણી કાળની આગામી ચોવીસીના પદ્મનાભ નામે પ્રથમ તીર્થકર થશે.
પ્રભુ મહાવીરના પ્રતિબંધે ને પ્રભુના સત્સમાગમ શ્રેણિક મહારાજાની પરવાનગીથી નીચેની ૧૩ રાણીઓએ પ્રભુ મહાવીર પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી. તે તેર રાણએના નામે -(૧) સુનંદા, (૨) નંદમતિ, (૩) નંદેત્રા, (૪) નંદસેના, (૫) મહત્તા, (૬) સમુરતા, (૭) મહામરુતા, (૮) મરુદેવા, (૯) ભદ્રા, (૧૦) સુભદ્રા, (૧૧) સુજાતા, (૧૨) સુમનાની, (૧૩) ભૂદિયા.
ઉપરોક્ત ૧૩ રાણીઓએ સંયમ આરાધી, અગ્યાર અંગને અભ્યાસ કરી યથાયોગ્ય તપશ્ચર્યાથી લગભગ ૨૦ વર્ષ પર્વતને દીક્ષા પર્યાય પાળી મોક્ષગતિ પ્રાપ્ત કરી હતી, જેને લગતું વર્ણન અંતગડદશાંગ સૂત્રના વર્ગ સાતમાના નવમાં અધ્યયનમાં છે. તે સિવાય દુટા નામે એક રાણીએ પણ મહારાજા શ્રેણિકની રજાથી દીક્ષા લીધી હતી. બાદ શ્રેણિકનું અવસાન થયા પછી બીજી દશ રાણીઓએ દીક્ષા લીધી હતી–જેના નામ આ પ્રમાણે છે: (૧) કાલી, (૨) સુકાલી, (૩) મહાકાલી, (૪) કૃષ્ણ, (૫) સુકૃષ્ણા, (૬) મહાકૃષ્ણ, (૭) વીરકૃષ્ણ, (૮) રામકૃષ્ણ, (૯) પિતૃસેના, (૧૦) મહાસેનકૃષ્ણા.
ઉપરક્ત દશ રાણીઓનું વર્ણન વિગતવાર ઉપલા સૂત્રના વર્ગ આઠમાના અધ્યયન દશમામાં આવેલું છે. ઉપરોક્ત રાણુઓએ જુદા જુદા પ્રકારનું તપ કરી ઉત્તમ પ્રકારની ભાવનાપૂર્વક સિદ્ધિપદની પ્રાપ્તિ કરી હતી.
મહારાજા શ્રેણિકના નીચેના પુત્રોએ દીક્ષા લીધી હતી:-(૧) જાલી, (૨) માલી, (૩) ઉવાલી, (૪) પુરુષસેન(૫) વારિસેન, (૬) દુર્ગદર, (૭) લણદંત, (૮) વિહg, (૯) વેહાસ, (૧૦) અભય. આ દશ પુત્રોમાંથી પ્રથમના આઠ પુત્ર મહારાણી ધારિણીના હતા. નવમો પુત્ર વેહાસ ચિલણાને હતું અને દશમે અભય સુનંદાને પુત્ર થતો હતો.
ઉપરોક્ત દશે પુત્રો વિમાનવાસી દેવ તરીકે ઉપજ્યા હતા. આ સિવાયના ૧૩ પુત્ર જેઓ ધારિણીની કુખે જન્મ્યા હતા તેઓએ પણ આત્મકલ્યાણ અર્થે દીક્ષા લીધી હતી. અને તેઓ પણ વૈમાનિક દેવગતિને પામ્યા હતા, જેનું વર્ણને અનુસરેરવાઈ નામના નવમાં અંગના પહેલા વર્ગમાં આપેલું છે. શ્રેણિક મહારાજાના દીક્ષિત થયેલ ૨૩ પુત્રનાં લગ્ન એક કરતાં અધિક કન્યાઓ સાથે થયાં હતાં. ઉપરોક્ત રાણીઓએ પણ તપ, જપ આદિ ક્રિયા કરી આત્મસાધન કર્યું હતું. તેનું સવિસ્તર વર્ણન પણ ઉપલા ગ્રંથમાં આપેલું છે.