Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૭ મું.
જૈન અને સનાતન ધર્મને માટે સંબંધ. સુજ્ઞ વાચક, મહાત્મા ગતમ બુદ્ધને પ્રથમ પરિચય આપણને મહારાજા શ્રેણિકના દરબારમાં મગધદેશની રાજ્યધાની ગિરિધ્વજ નગરે પશુયજ્ઞ સમયે યજ્ઞના પ્રતિબંધાથે થાય છે. આ મહાવિભૂતિને જન્મ એવા કાળે થયો હતો કે જે કાળમાં બુદ્ધિવંત ભારતના ઉત્તર અને પૂર્વ પ્રદેશમાં વિચરતા સમર્થ જૈનાચાર્યોના સહવાસ અને પ્રતિબંધથી પશુયજ્ઞ ઉપર ઘણું વિભાગને ધૃણા ઉત્પન્ન થઈ હતી. “ધર્મના નિમિત્તે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવાના ઓઠા નીચે અયોગ્યતાથી લેવાતા સેંકડે અવાક્ પશુઓનાં બલિદાનથી ઉત્તર અને પૂર્વ ભારત કમકમી ઊડ્યું હતું, જેમાં બુદ્ધિવંત બ્રાહ્મણે કે જેઓ શાસ્ત્ર અને વેદાન્તના પારંગત હતા તેઓએ જેનધર્મના તત્વજ્ઞાનને સમર્થ કેવળજ્ઞાની મુનિમહારાજેના સંસર્ગમાં આવી જૈનધર્મના અહિંસાના પરમત્કૃષ્ટ સિદ્ધાંતને સૂક્ષમતાપૂર્વક અભ્યાસ કરી સંપૂર્ણ સાથ આપ્યો હતે.
આ કાળે પણ બનારસ-કાશી સમસ્ત ભારતમાં વેદાન્તવાદી સનાતનધમીઓની માતૃભૂમિ ગણાતી હતી. આ પ્રદેશમાં ખૂણેખૂણે બ્રાહ્મણ પંડિત વિદ્વત્તાના ભંડારરૂપે વસતા હતા. . ભારતમાં તેઓ પ્રસિદ્ધિ પામ્યા હતા એટલું જ નહિ પણ પોતાની વિદ્વત્તાના કારણે ભારતના શ્રેષ્ઠ પંડિતનું અપૂર્વ બિરુદ પણ પ્રાપ્ત કરી શકયા હતા. " આ જ પવિત્ર ભૂમિમાં ગેરવશાળી મહારાજા અશ્વસેન જેવા પ્રાચીન ઈક્ષવાકુ વંશના કીર્તિવંત રાજ્યકુળમાં અહિંસાવાદી જેનધર્મના ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથને જન્મ વિર નિર્વાણના ૩૫૦ વર્ષ પૂર્વે થયે હતે. પ્રભુ મહાવીરના કેવળજ્ઞાન બાદ ગતમ આદિ ૧૧ ગણધરો કે જેઓ પશુયજ્ઞના મહાન હિમાયતી અને વેદાન્તના પ્રચંડ પંડિત હતા તેમજ શાસવિશારદ હવા સાથે ક્રિયાકાન્ડના કરનારા અને ૪૪૦૦ શિષ્યના ગુરુસ્થાને દીપતા