Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૬૦
સમ્રાટ્ સંપ્રતિ
સમુદાય સાથે વિચરતા હતા. તેઓના પ્રતિમાધથી વૈશાલીના રાજા ચેટક ( મહારાજા શ્રેણિકના સસરા અને ચેલા રાણીના પિતા), ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજા, તેમજ રાજા શુધ્ધાદન જે ત્યાગીકુમાર ગાતમ બુદ્ધના પિતા અને કપિલવસ્તુ નગરના રાજવી થતા હતા તે જૈનધમી બન્યા હતા. તેવી રીતે ત્રિશલાદિ ક્ષત્રિયાણીઓને પણ સમ જૈનાચાર્યાએ જૈનધર્માનુરાગી બનાવી હતી. શુધ્ધાદન રાજાની રાધાની હિમાલય પર્વતની તળેટીના નજદિકના પ્રદેશમાં આવેલ હતી, જેએનુ રાજ્યકુટુંબ શાકય જાતિના ક્ષત્રિય તરીકે પ ંકાતુ હતું અને જેનુ' ગાત્ર કાશ્યપ અથવા ગૌતમ હતું.
ગોતમ બુદ્નું સુખી જીવન—
મહારાજા શુદ્ધોદનની માટી ઉંમરે કુમાર સિદ્ધાર્થ(ગૌતમ )ના જન્મ ઇ. સ. પૂર્વે ૬૨૦ ના ગાળામાં થયા હતા. આ રાજ્યકુમાર મહારાજાશ્રીને અતિશય લાડકવાયા હતા એટલે તેની સંભાળ મહારાજ બહુ જ કાળજીપૂર્વક રાખતા હતા. કાઇ દુ:ખી, વૃદ્ધ યા મૃત્યુદેહનુ' તેને દર્શન ન થાય અથવા એકાદ કંગાળ ભિક્ષુક તેની દૃષ્ટિએ ન પડે તેના ખાસ ખ દાખસ્ત કર્યાં હતા. સબબ આ રાજ્યકુમારની જન્મકુંડલી રાજ્યપદના બદલે ચાગીપદને દર્શાવતી હતી, એટલે રખે તેના લાભ પેાતાના યુવાન લાડકવાયા પુત્ર લે, એવી ભીતિ મહારાજા શુધ્ધાદનને રહ્યા કરતી હતી. પેાતાની નજર સામે તે ગૃહના ત્યાગ કરી વનવાસી–તપસ્વી અને તેવા વિચારમાત્રથી મહારાજશ્રીને લાગી આવતું હતું. રાજ્યમહેલ અને રાજ્યધાનીના પ્રદેશેાના અધિકારીઓને મહારાજાશ્રીની આજ્ઞા હતી કે જ્યારે જ્યારે રાજ્યકુમાર ફરવા નીકળે ત્યારે ત્યારે ઉપરીક્ત વસ્તુ તેની હૃષ્ટિગોચર ન થાય તેવા પાકા દાખસ્ત રાખવા.
ઉંમર લાયક થતાં કુમારને ઊંચ કાટીનું રાજ્યકારભાર ચેાગ્ય શિક્ષણ આપી તેનુ યશાધરા નામે ક્ષત્રિય કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યુ હતુ. પતિ-પત્નીના અતિ સ ંતાષી સુખી સંસારના ફળ તરીકે રાજ્યકુમારને તેના ૨૯ મા વર્ષે એક પુત્રરત્નની પ્રાપ્તિ થઇ હતી. જ્યારે તે પુત્ર બહુ જ નાની ઉમરે પારણામાં ઝૂલતા હતા ત્યારે રાજ્યકુમાર સિદ્ધા ને સંજોગાવશાત્ તિષ્ટાચર થયેલ એક અતિ વૃદ્ધ પુરુષને લાકડીના ટેકાથી જતા જોઈ તથા એક યુવાનના મૃત્યુદેહને અગ્નિસ ંસ્કાર અર્થે સ્મશાન તરફ લઇ જતાં જોઈ પેાતાની પણ અંતસમયે આ જ દશા થવાની છે એવું સમજી તેને સસાર પ્રત્યે એકદમ વૈરાગ્ય ઉત્પન્ન થયા. તે જ દિવસની મધ્ય રાત્રિના સમયે નિદ્રાવશ પત્ની અને પારણામાં ઝૂલતા રાજ્યકુમાર રાહુલને નિદ્રાવસ્થામાં મૂકી સિદ્ધાર્થ કુમારે રાજમહેલના ત્યાગ કીધા. ત્યાગીકુમારે લીધેલ દીક્ષા
કુમારના શરીર ઉપર કીંમતી આભૂષણ અને વસ્ત્રો હતાં તેને પ્રભાત સમયે રસ્તે પ્રથમ મળેલ એક મુસાફરને અર્પણ કરી તેના બદલામાં તેનાં સાદાં વસ્રો તેણે મેળવ્યાં. આ ખાદ ત્યાગીકુમાર ત્યાંથી નીકળી વિંધ્યાચળ પર્વતની હારમાળામાં આવેલ પાંચ