Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
१८
સમ્રાટું સંપ્રતિ એક સમયે દાદા ઇંદ્રજીત અને નાની માને મહારાજશ્રીના નામને અનેક વખત યાદ કરી તારી અને મારી ચર્ચા કરીને અશુપાત સારતાં મેં જોયા છે. પૂજ્ય દાદાજીને બે પ્રશ્ન પૂછતાં તેઓ સ્તબ્ધ થઈ મારી વાતને ઉડાવવા લાગ્યા. આ બધી ઘટનાઓ વચ્ચે જે એ હકીક્ત નિર્વિવાદ સિદ્ધ હોય કે હું તે જ પ્રતાપી પુરુષનો પુત્ર છું તે વહાલી માતા, આ જ ક્ષણે હું અત્રેથી સીધા મારા પિતાની મુલાકાતે જઈ આપણા દુઃખી જીવનનો અંત આણવા અને એ દુઃખી મા, તને સુખી કરવા મારી પુત્ર તરીકેની ફરજ અદા કરવા માગું છું.”
પુત્ર અભયના હદયભેદક શબ્દોએ તપસ્વીની સુનંદાનાં ચક્ષુઓ શ્રાવણ અને ભાદરવાની માફક આંસુઓથી ઊભરાઈ ગયા. અશ્રુભીની આંખેએ ઊભી થઈ, પિતાના કબાટમાં સાચવી મૂકેલ મહારાજાશ્રીને રૂમાલ અને મુદ્રિકા અભયના હાથમાં મૂક્તાં સુનંદાએ કહ્યું : “વત્સ અભય, તારા પિતાએ જતાં જતાં પ્રેમની નિશાની તરીકે આ ઈષ્ટ વસ્તુઓ શાંત્વન અર્થે મને સુપ્રત કરી છે. તેની સાથોસાથ તારા જેવા ભાગ્યશાળી પુત્રને જોઈ હું હદયનું શાન્તવન કરું છું.”
માતા, માતા-પિતાની સેવા કરી અને પૈકી એક પણ વ્યક્તિ દુઃખી થતી હોય તે તેના દુઃખનું નિવારણ કરવું એ સતપુત્રની ફરજ છે, માટે વહાલી મા, તે ફરજ અદા કરવા તું મને રજા આપ. મારી ઉમ્મર ગ્ય અને કષ્ટ સહન કરવાને પાત્ર છે. હું પણ વીરપુત્ર છું તે મારા પિતાની માફક બાહુબળે ભાગ્ય પરીક્ષા કરવા ઈચ્છા ધરાવું છું.”
સુનંદાએ કહ્યું : “અભય, તને હું એક્લો જવા દેવા ઈચ્છતી નથી. એ મારી આંખની કીકી, મારી નજરથી તને છૂટે કરવો તે મને મરણતુલ્ય છે, જ્યાં તું ત્યાં હું માટે ચાલ હું પણ તારી સાથે રાજ્યગ્રહીએ આવવા ઈચ્છું છું.”
તરત જ સુનંદાએ પિતાના પિતાને અભયની માગણી કહી સંભળાવી અને અભય સાથે પિતે પણ રાજ્યગ્રહી જવા ઈચ્છે છે તે હકીકત જણાવી. ઇંદ્રદત્ત શેઠે અતિ આનકાની વચ્ચે અભયકુમારને હિંમતભર્યો હઠાગ્રહ જોઈ રજા આપી.
માતા ને પુત્ર રાજગૃહીએ
ઇંદ્રદત્ત શેઠે મગધ સુધી જવા માટે સંપૂર્ણ સગવડતા કરી આપી અને ત્યાંથી માતા-પુત્ર શુભ શુકને રવાના થયા. લગભગ વીસ દિવસની મુસાફરી બાદ મગધની રાજ્યધાની રાજ્યગૃહી નગરીમાં આવી મા-દિકરાએ એક ઉપવનમાં વાસ કર્યો. માણસને પિતાની માતાને સુંદર રીતને બંદોબસ્ત કરવાનું સૂચન કરી કુમાર અભયે રાજ્યગૃહીના એક મહેલ્લામાં પ્રવેશ કર્યો. ત્યાં એક કૂવા નજદિક લેકેનું ટેળું એકત્રિત થયું હતું. કારણ તે કૂવામાં મહારાજાશ્રીએ બુદ્ધિવંત મનુષ્યની પરીક્ષા અર્થે એક વટી નાખી