Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમ્રાષ્ટ્ર સંપ્રતિ अअतिथिया छउमत्थे चेव काल गए, इमेणं एयारवेणं महया मणोमाणसिएणं दुक्खेणं अभिभूए समाणे आयावणभूमीओ पच्चोरुभइ आया. जेणेव मालुयाकच्छए तेणेव उवा २ मालुयाकच्छगं अंतो २ अणुपविसइ मालुया० २ महया २ सद्देणं ઝાસ પા”
મવતી સૂત્ર, ૦૫, ૨૮, ૮. ૮૦ વર્ષની અવસ્થાએ મહાત્મા બુદ્ધનો દેહાંત વૈશાખ શુદિ ૧૫ ને દિવસે થયે
ત્યારે પ્રભુ મહાવીરને લગભગ ૫૮મું વર્ષ ચાલતું હતું. ત્યારબાદ પ્રભુ મહાવીરને સ્વર્ગવાસ ૧૪ વર્ષ ૫ માસ ને ૧૫ દિવસ પછી આસો વદ ૦)) ની રાત્રિ (દીવાળી)એ થયે હતો. એ હિસાબે પ્રભુ મહાવીર નિર્વાણ ઈ. સ. પૂર્વે પર૭ માં ૭૨ વર્ષની અવસ્થાએ આવે. આ ગણત્રીએ તેમને જન્મ ઈ. સ. પૂર્વે ૫ માં ચૈત્ર સુદ ૧૩ ના દિવસે થયાની કાળગણના સંપૂર્ણ રીતે મળતી આવે છે.
ગોતમ બુદ્ધની જન્મકાલગણના. ૧. પ્રભુ મહાવીરના નિર્વાણના સમયથી ૧૪ વર્ષ અને ૭ માસ પૂર્વે ચૈતમ બુદ્ધનું
નિર્વાણ પ્રભુ મહાવીરની જન્મકાળગણના પ્રમાણે આવે છે, એટલે મૈતમ બુદ્ધને
જન્મ ઇ. સ. પૂર્વે ૨૧ માં થયે ગણુય. ૨. તમ બુદ્ધ ૨૯-૩૦ વર્ષની અવસ્થામાં સંસારને ત્યાગ કર્યો. ૩. ગૃહત્યાગ કર્યા પછી ત્યાગી રાજકુમાર તરીકે તેઓ ગિરિત્રજ ઉપર મહારાજા શ્રેણિકના રાજ્યારોહણની ખુશાલીમાં થતા ભયંકર “પયજ્ઞ”ના પ્રતિબંધનાથે ત્યાં ગયા હતા, અને તે કાર્યમાં તેઓ સંપૂર્ણ રીતે ફલિભૂત થયા હતા. પરિણામે આ ભયંકર પશુવધ બંધ પડ્યો હતો. આ સમયે શ્રેણિક મહારાજાને ભરયુવાવસ્થાએ
* જૈન સાધુ સંપ્રદાયે પશુયશ-પ્રતિબંધનાર્થે જે અતુલ પ્રયાસ કર્યા છે તેની સમાલોચના જૈન ગ્રંથકારોએ ભારોભાર સમકાલીન ઇતિહાસ તરીકે સુંદર શૈલીમાં વર્ણવી છે. અને તે બાબત જૈન ધર્મના જન્મસિદ્ધ હક્ક તરીકે સર્વમાન્ય છે, છતાં અમોએ પશુયજ્ઞ–પ્રતિબંધનાર્થે જૈન ગ્રંથમાંથી ઉતારો ન લેતા મહાત્મા ગૌતમ બુદ્ધના પ્રકરણમાં પશુય –પ્રતિબંધને તાદ્રશ્ય ચિતાર રજૂ કર્યો છે તેનું કારણ એટલું જ છે કે મહાત્મા ગૌતમ બુદ્ધ જે સમયે પશુયશ-પ્રતિબંધનાથે શ્રેણિકના દરબારે જઈ ચઢયા તે સમયે તેઓ જૈન ધર્મની સુંદર છાયા તળે ઉછરેલ હતા તેમજ જૈન ધર્મના “ અહિંસા” ના ઉચ્ચ ત એ તેમના હૃદયમાં વાસ કર્યો હતો. જેના પ્રમાણભૂત પુરાવામાં પશુયજ્ઞ-પ્રતિબંધન કાર્યમાં કાતિવંત જશ મેળવી તેઓ સીધા વૈશાલીના વનમાં આદર્શ ગુરુની શોધમાં ઉગ્ર તપશ્ચર્યા અને દીક્ષા અર્થે ગયા હતા. ત્યાં તેમને પિતાના કુળોદ્ધારક ગુરુદેવ શ્રી કેશીકુમાર ગણધર જેવા સમર્થ આચાર્યને ભેટો થયો અને તેમણે તેમની પાસે જેને સાધુપણું અંગીકાર કર્યું.